આલૂ ચાટ

IFM
નિર્માતા : અનુજ સક્સેના, એ.પી. પારીગી, ગૈરી એસ.
નિર્દેશક : રૉબી ગ્રેવાલ
સંગીત : આરડીબી, જ઼ુલ્ફી, વિપિન મિશ્રા, મહફૂજ઼ મારુફ
કલાકાર : આફતાબ શિવદાસાની, આમના શરીફ, લિંડા, કુલભૂષણ ખરબંદા, મનોજ પાહવા, ડૉલી અહૂલવાલિયા, સંજય મિશ્રા

‘આલૂ ચાટ’ કથા છે નિખિલ (આફતાબ શિવદાસાની) ની જે અમેરિકા સ્થિત મલ્ટીનેશનલ બેન્કમાં કામ કરે છે. દિલ્લીનો રહેવાસી નિખિલ ખુલા વિચારો ધરાવતો યુવાન છે જે પોતાના પરિવારને મળવા માટે ભારત આવે છે.



આમના (આમના શરીફ) ને નિખિલ પસંદ કરે છે. આમન પણ અમેરિકામાં રહે છે, પરંતુ દિલથી પૂરી રીતે ભારતીય છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર તેને વિશ્વાસ છે. નિખિલ અને આમનાના લગ્નમાં ઘણા વિઘ્નો છે.

કથામાં નિક્કી (લિંડા) પણ છે જે છે તો અમેરિકન યુવતી પરંતુ લગ્ન કરીને તે ભારતમાં વસવા ઈચ્છે છે કારણ કે, ભારતીય સભ્યતા તેને ખુબ જ પસંદ છે.

IFM
જો આપનો પરિવાર આપની મરજીના લગ્નની વિરુદ્ધ હોય તો તમે શું કરશો ? પરિવાર બદલી લેશો કે પછી જીવન સાથી ? કે પછી જીવનને આલૂ ચાટ બનાવી લેશો ?

‘આલૂ ચાટ’ માં ઘણા બધા મસાલા છે. કથાની અંદર કથા અને તે પણ ચટપટી ચટણી સાથે. સંકીર્ણ માનસિકતા ધરાવતા માતા-પિતાની સાંકળી ગલીઓથી લઈને પ્રેમ અને રોમાંસની ખુલી દુનિયા સુધી કેટલાયે ઉતાર-ચડાવ સાથે આ ફિલ્મ યાત્રા કરાવશે.