આયેશા : સૌને પોતાના આંગળી પર નચાવનારી

બેનર : અનિલ કપૂર ફિલ્મ્સ કંપની, પીવીઆર પિક્ચર્સ
નિર્માતા : અનિલ કપૂર, અજય બિજલી, સંજય બિજલી, રિયા કપૂર
નિર્દેશક : રાજશ્રી ઓઝા
ગીત : જાવેદ અખ્તર
સંગીત : અમિત ત્રિવેદી
કલાકાર : અભય દેઓલ , સોનમ કપૂર, સાયરસ સાહુકર, અરુણોદય સિંહ, ઈરા દુબે, અમૃતા પુરી, લિસા હેડન, યુરી સૂરી, એમ.કે.રૈના.
P.R

સોનમ કપૂરને બોલીવુડમાં સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી અનિલ કપૂરે 'આયેશા'નુ નિર્માણ શરૂ કર્યુ હતુ, પરંતુ ફિલ્મ રજૂ થતા પહેલા જ સોનમ કપૂરની 'આઈ હેટ લવ સ્ટોરીઝ' હિટ થઈ ગઈ. જેનો ફાયદો 'આયેશા'ને પણ મળશે અને આ ફિલ્મ સાથે બોલીવુડે આશા બાંધી લીધી છે.

P.R

જોન ઓસ્ટિનના ઉપન્યાસ 'એમા' પર આધારિત આ ફિલ્મ એક છોકરી આયેશા કપૂર(સોનમ કપૂર) ની વાર્તા છે. દિલ્લીમાં રહેનારી આયેશાની પોતાની એક દુનિયા છે. જેમા તેની ખાસ બહેનપણી પિંકી બોસ(ઈરા દુબે), સ્મોલ ટાઉન ગર્લ શેફાલી ઠાકુર(અમૃતા પુરી), પશ્ચિમી દિલ્લીમાં રહેનારો રણધીર ગંભીર (સાઈરસ)અને ધ્રુવ સિંહ (અરુણોદય સિંહ)નો સમાવેશ છે. આયેશા આ બધાને પોતાની ધુન પર નચાવે છે. દરેકના કામમાં દખલ આપવી તેને પોતાનો અધિકાર સમજે છે.

P.R

અર્જુન બર્મન (અભય દેઓલ)બુધ્ધિમાન, સ્પષ્ટવાદી અને પરિપક્વ માણસ છે. તેમા કોઈ ખામી શોધવા છતા મળે તેમ નથી. તે જે કરે છે તે પરફેક્ટ કરવાની કોશિશ કરે છે. તેનો ઈનવેસ્ટમેંટ બૈંકરનો વ્યવસાય છે. તે સતત લંડન, ન્યૂયોર્ક, સેનફ્રાંસ્સિકો અને દિલ્લી વચ્ચે ફરતો રહે છે. પોતાની જીંદગી તેને પોતાની રીતે જીવવી પસંદ છે. ઘણી છોકરીઓની સાથે તે ડેટ પર જઈ ચૂક્યો છે, પરંતુ ચાહે છે માત્ર આયેશાને. તે આયેશાની ખામીઓ ગણાવતો રહે છે. તેને ફટકાર લગાવતો રહે છે કે આયેશા ખુદને તેની નજરથી(અર્જુનની)જુએ. આયેશાને તેની દુનિયામાંથી બહાર કાઢવા માંગે છે. આયેશા સફળ થાય છે કે અર્જુન ? તે જાણવા માટે જોવી પડશે ફિલ્મ આયેશા.

વેબદુનિયા પર વાંચો