એક અધ્યયન રિપોર્ટના આધાર પર ભારતની અર્થવ્યવસ્થામાં મજબૂત પાત્ર ભજવનારા ટાટા ગ્રુપને વિશ્વની સૌથી વધુ વિશ્વાસપાત્ર કંપનીઓની યાદીમાં અગિયારમાં સ્થાન પર સમાવેશ કરવામાં આવ્યો છે. અમેરિકાએ એક રેપુટેશન ઈસ્ટીટ્યૂટના પોતાના અધ્યયનના આધાર પર આ યાદી રજૂ કરી છે.
આટલુ જ નહી, અધ્યયનમાં ટાટા ગ્રુપના ગ્લોબલ પલ્સ સ્કોર 80.89 રહ્યો, જે વિશ્વમાં જાણીતી ગૂગલ, માઈક્રોસોફ્ટ, જનરલ ઈલેક્ટ્રિકક, ટોયોટા, કોકા-કોલા, ઈંટેલ યૂનિલીવર વગેરેથી ઘણી વધુ છે.
ધ રેપુટેશન ઈસ્ટીટ્યૂટના ગ્લોબલ પલ્સ વૈશ્વિક કોર્પોરેટ જગતમાં કંપનીઓને લગભગ ચાર સંકેતો પર નક્કી થાય છે. જેમા વિશ્વાસ, સન્માન, પ્રશંસા અને સારો અનુભવ નો સમાવેશ થાય છે. ગ્લોબલ પલ્સ સ્કોર 0-100 હોય છે. આ નક્કી કરવા માટે ઈંસ્ટીટ્યુટે કંપનીના ગૃહ દેશોમાં અભ્યાસ કર્યો અને નિષ્કર્ષ કાઢ્યો.