પ્રેમ અને સેવાની પ્રેરણા આપે છે ક્રિસમસ ડે

સોમવાર, 14 ડિસેમ્બર 2020 (16:05 IST)
દરેક વર્ષ 25 ડિસેમ્બરે પ્રભુ ઈસા મસીહના જન્મોસવના રૂપમાં 'ક્રિસમસ'ના પર્વ આખા વિશ્વમાં હર્ષોલ્લાસની સાથે મનાય છે. ક્રિસમસનો પર્વના રૂપમાં મનાવવાના પ્રારંભ રોમન સભ્યતાના સમયે થયું. 
 
ક્રિસમસના દિવસે ગામ ,કસ્બા અને શહરોમાં લોકો એકત્ર થઈને પ્રભુ ઈસા મસીહની યાદમાં ગીત ગાય છે અ ને એક-બીજાને બધાઈ આપે છે.આ શુભ અવસર પર ઘરોને સજાવાનાની પરંપરા પણ તે જ સમયથી ચાલે આવી છે. 
 
ગિરજાઘરો તથા ઘરોમાં બાળકો ,વૃદ્ધો સ્ત્રી-પુરૂષ બધા મળીને 'કૈરલ્સ ગાવે છે'.સોળવી સદીમાં જોસેફ મોરે સાઈલેંટ નાઈટ નામના સુમધુર ગીતની રચના કરી હતી જેમાં પ્રભુ ઈસા મસીહ દ્વારા આપેલ શાંતિ અને ભાઈચારાના સંદેશની મહત્તા પર પ્રકાશ મૂકયૂ હતું. 
 
'ઓ લિટસ ટાઉઅન ઑફ બેથલેહમ'ના રચયિતા પાસ્ટર ફિલિપ બુક્સ અને ચાર્લ્સ વેસલેની સાત હજારથી વધારે કૈરલસ રચનાઓમાં પ્રભુ ઈસા મસીહના સંદેશોની જ ગૂંજ સંભળાય છે. માર્ટિન લેથરે બાળકો માટે એક ખૂબ સુંદર ક્રિસમસ કૈરલ ગીત લખ્યું હતું જેના બોળ સાંભળતા પ્રભુ ઈસા મસીહના જ્ન્મ અને તેના પાલન-પોષણની વાર્તાઓ યાદ તાજી કરે છે. 
 
ક્રિસમસ કૈરલસના સિવાય ઘરોમાં 'ક્રિસમસ ટ્રી'ની સજાવટની શરૂઆતને લઈને થોડા વિવાદ છે. આ સંબંધે એક પક્ષ એનો પ્રારંભ સૌથી પહેલા જર્મનીમાં થતાના દાવા કરે છે.જર્મનીમાં ચીડના વૃક્ષને ખૂબ પવિત્ર માને છે અએ તેને દેવતાઓને ભેંત સ્વરૂપ અર્પિત કરવાની પરંપરા સદિયોથી ચાલી રહી છે. બીજા પક્ષમાં ફ્રાંસના લોકોનો દાવો છેકે તેણે તેરમી શતાબ્દીથી આ પરંપરાની શરૂ કર્યું. 
 
ક્રિસમસ ટ્રીના જ સમાન આ પર્વના એક પ્રમુખ આકર્ષણ છે. "સાંતા કલોઝ"માનવું છે કે સૌથી પહેલાના સાંતા ક્લોઝ બીજા કોઈ નહી પણ માયરાના બિશપ સેંટ નિકોલસ જ હતાં. જેના અસીમ દયાળુ અને સહૃદયતાને લોકોને સાંતા ક્લોઝ બનવા માટે પ્રેરિત કર્યા. સાંતા ક્લોઝ ક્રિસમસના દિવસે બાળકોને મિઠાઈ,ફળ,ચાકલેટ અને બીજા ઘણા રીતના ઉપહાર આપે છે. આથી બાળકો પન તે દિવસે પોતાના પ્રિય સાંતાનો બેસબ્રીથી ઈંતજાર કરે છે.તો આમ કહીએ કે ક્રિસમસ ડે આપસી પ્રેમ અને સેવાની પ્રેરણા છે કારણ કે પ્રભુ યીશુ મુજબ પ્રેમની ઝલક સેવાથી જ મળે છે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર