કેરેટ ચોકલેટ કેક

સામગ્રી - 185 ગ્રામ માખણ, 2 નાની ચમચી છીણેલા નારંગીના છાલ, એક મોટી ચમચી ખાંડ, એક મોટી ચમચી ક્રીમ, એક મોટી ચમચી કેરેમલ સિરપ, દોઢ કપ છીણેલું ગાજર, દોઢ કપ મેંદો, એક ચપટી બેકિંગ પાવડર, અડધી ચમચી સોડા બાય કાર્બ, અડધી મોટી ચમચી કોકો પાવડર, બે મોટી ચમચી દૂધ. 

ક્રીમ માટે - 125 ગ્રામ ઘાટ્ટુ ક્રીમ, 60 ગ્રામ માખણ, એક નાની ચમચી સંતરાના છાલટા છીણેલા, 3 કપ આઈસિંગ શુગર, બે નાની ચમચી ગરમ પાણી.

વિધિ - એક વાસણમાં માખણ, સંતરાના છાલટા અને ખાંડ નાખો. બીટરથી સારી રીતે મિક્સ કરો. તેમા ક્રિમ અને સિરપ નાખો. સારી રીતે મિક્સ કરો. તેમા ગાજર, ચાળેલો મેદો, બેકિંગ પાવડર, સોડા બાય કાર્બ, દૂધ અને કોકો મિક્સ કરો.

પહેલાથી તૈયાર ઘી લગાવેલ કેક પેનમાં આ મિશ્રણને ફેલાવી દો. મધ્યમ તાપ પર તૈયાર થતા સુધી બેક કરો. ઓવનમાંથી કાઢીને 5 મિનિટ સુધી રાખો. પલટાવો અને ઠંડુ થવા દો. ક્રીમ બનાવવા માટે એક વાસણમાં ક્રીમ લો. તેને બરફ પર મૂકીને ફેટો. તેમા માખણ, નારંગીના છીણેલા છાલટા, આઈસિંગ શુગર અને પાણી નાખો. એક રસ થતા સુધી ફેંટો. હવે કેક પર ફેલાવી દો.

વેબદુનિયા પર વાંચો