શુ તમે સાચે જ દેશભક્ત છો ?

N.D
ફરી એક સ્વતંત્રતા દિવસ, દેશ પ્રત્યે પોતાની ભાવનાઓ અભિવ્યક્ત કરવાનો દિવસ. પોતાના પર પોતાનુ શાસન સેલીબ્રેટ કરવાની તક. આપણી ત્યાં તહેવારોની વિશાળ શ્રેણીમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવાની કેટલી ઓછી તક મળે છે છતા આપણે દેશ પ્રત્યે પોતાનો પ્રેમ બતાવવા માટે આજ બે દિવસની રાહ કેમ જોઈએ છીએ ?

થોડો વિચાર કરો કે આપણા જ દેશને પ્રેમ કરવો આપણે માટે આટલુ મુશ્કેલ કેમ છે ? દેખીતુ છે, દેશભક્ત યુવાઓને આ વાત સ્વીકાર્ય નહી હોય કે તેઓ દેશને પ્રેમ નથી કરતા. તેઓ તો પોતાના વાહનો પર ત્રિરંગો લહેરાવે છે. પોતાના મોબાઈલમાં દેશભક્તિની હેલો ટ્યુન લગાવે છે. સ્ક્રીનસેવર, વોલપેપર, ડેસ્કટોપ, વેશભૂષા, બધુ તો દેશના પ્રેમમાં રંગી નાખે છે. પછી કેવી રીતે માની લઈએ કે આ દિવસની પરવા નથી કરતા ? આ માટે દિલ પર હાથ મુકીને કેટલાક પ્રશ્નોનો જવાબ આપવો પડશે.

શુ તમે નશો કરો છો ?

જો આ પ્રશ્નનો જવાબ હા છે તો માફ કરો તમે તમારા દેશને પ્રેમ નથી કરતા. દેશને સશક્ત સંસ્કારી અને જોશથી ભરેલા યુવાઓની જરૂર છે. જો તમે નશાના લતમાં ફસાયેલા છો તો તમારા દિલમાં કેટલીય દેશભક્તિ હોય પરંતુ એ દેશના કોઈ કામની નથી. તમારી રચનાત્મકના બે ટકા પણ તમે દેશને નથી આપતા, કારણ કે નશો તમને આ લાયક છોડતો નથી.

નશો તમારા પોતાના પરનુ નિયંરણ છીનવી લે છે. તમારા વિચારવાની ક્ષમતાને છીનવી લે છે. નશામાં તમને સાચા ખોટાનુ ભાન રહેતુ નથી. ખુદનુ ભલુ નથી વિચારી શકતા તો દેશનુ ભલુ કેવી રીતે વિચારશો. તમે દેશને બરબાદ કરી રહ્યા છો તેથી તમે દેશને પ્રેમ નથી કરી રહ્યા.

શુ તમે સ્ત્રીઓની ઈજ્જત કરો છો ?

જો આ પ્રશ્નનો જવાબ આપવા તમારે વિચારવુ પડતુ હોય તો તમે વિચાર કરો કે તમે શુ સાચે જ દેશને પ્રેમ કરો છો. તમે મિત્રોની સાથે એકાંતમાં છોકરીઓને લઈને અશ્લીલ ટિપ્પણી કરો છો, તમે છોકરીઓની નાજુક ભાવનાઓ સાથે રમત રમો છો, તમે નેટ પર આપત્તિજનક સાઈટ્સ શોધો છો, છોકરીઓ તમારે માટે મોજમસ્તીનો વિષય છે, તો આ દેશ તમારે રહેવાને લાયક નથી. તો પછી તમારી આ દેશભક્તિ શુ કામની. દેશ સદીઓથી નારીત્વને સન્માન આપનારી ગરિમામયી સંસ્કૃતિ માટે ઓળખાય છે. જો આ દેશમાં રહીને પણ તમે નારીનુ કોઈપણ રૂપમાં અપમાન કરો છો તો તમે દેશને પ્રેમ નથી કરતા.

N.D
શુ તમે લાંચ આપો છો ?

પોતાનુ કામ જલ્દી કરાવવાની લાલચમાં જો તમે પૈસા આપવા અચકાતા નથી અથવા તમે પોતે ક કોઈ કામને જલ્દી કરવા માટે ઉપરી આવકમાં વિશ્વાસ રાખો છો તો આ પ્રશ્નનો જવાબની સાથે જ તમે તમારા દેશના સાચા નાગરિક હોવાનો અધિકાર ગુમાવી દીધો છે. ભ્રષ્ટાચાર તમામ વાતોની જડ છે. જો તમે કોઈપણ રૂપમાં આ પ્રકારના કામમાં શામેલ છો તો પછી દેશ માટેનો તમારો પ્રેમ ખોખલો છે.

દેશનુ નામ રોશન કરવાની જવાબદારી માત્ર સચિન કે સાનિયાની નથી. તમારી પણ છે. તમે તમારા કામના સચિન મતલબ માસ્ટર બનો એ જ અસલી દેશભક્તિ છે.

- સ્મૃતિ જોશી

(ભવાનુવાદ - કલ્યાણી દેશમુખ)

વેબદુનિયા પર વાંચો