મોદી અડવાણીને કાપી રહ્યા છે !

હરેશ સુથાર

રવિવાર, 8 ફેબ્રુઆરી 2009 (20:45 IST)
N.D

દેશ પર છેલ્લા 50 વર્ષોથી રાજ કરનાર કોંગ્રેસ શાસનમાં એક જ પરિવારનું રાજ ચાલતું આવ્યું છે. એમાં માત્ર નરસિંહ રાવ અપવાદ હતા. ત્યાર બાદ અટલ બિહારી વાજપાઇનું શાસન અલગ હતું. બાકી બધા વર્ષો એક જ પરિવારના નેતાઓએ રાજ કર્યું છે. દેશે સમજદારી સાથે ચાલવાનું છે. પરંતુ કોંગ્રેસએ તો એક જ પરિવારથી જોડાયેલા લોકો છે અને એટલે જ દેશની આ હાલત થઇ છે. જેથી હું અડવાણીને પ્રધાનમંત્રી બનાવવા આગળ આવ્યો છું. આ શબ્દો છે કટ્ટર હિન્દુવાદી નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના.

પ્રથમ દ્રષ્ટિએ આ ભાષણ બરોબર છે પરંતુ જનતા વચ્ચે હિન્દુત્વના નારા લગાવતા મોદી જેવા ફાયર બ્રાન્ડ નેતા પોતાના જ સાથીઓ વચ્ચે હિન્દુત્વનો એક પણ શબ્દ ના ઉચ્ચારે એ કંઇક બીજી તરફ ધ્યાન દોરવા ઇશારો કરી જાય છે. નાગપુર ખાતે ચાલી રહેલ ભાજપની રાષ્ટ્રીય બેઠકમાં ગઇકાલે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે આગામી લોકસભા માટે ફરી એકવાર રામ મંદિરના મુદ્દાનો સહારો લીધો ત્યારે મોદી આ મામલે કંઇના બોલ્યા !

N.D
પોતાના ભાષણમાં મોદીએ પુરી તાકાતથી નહેરૂ પરિવાર અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા. કોંગ્રેસ સામે નિશાન તાકી આગામી વડાપ્રધાન તરીકે લાલકૃષ્ણ અડવાણીને તેમણે આગળ પણ કર્યા છે. પરંતુ તેજાબી ભાષણ માટે જાણીતા મોદી જરૂર કંઇ છુપાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

સમગ્ર વાતનો તકાજો મેળવવા માટે થોડા બેક આવીએ. ગુજરાતમાં ગત મહિને યોજાયેલ વાઇબ્રન્ટ સમિટ સાથે મોદીના આજના આ ભાષણનો સીધો સંબંધ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવેલા ઉદ્યોગપતિ મિત્તલ અને અનિલ અંબાણીએ મોદીને જે રીતે આગામી પી.એમ તરીકે ઉપસાવ્યા હતા એ અહીં સ્પષ્ટ દેખાય છે. મોદીની આજની સ્પીચમાં મિત્તલ તથા અંબાણીની ટકોર વરતાઇ આવે છે.

મોદી સારી રીતે જાણે છે કે, ગુજરાતમાં સત્તા મેળવવી હોય તો હિન્દુ થવું જરૂરી છે. પરંતુ દેશમાં સત્તા મેળવવી હોય અને પી.એમ થવું હોય તો હિન્દુત્વના ભગવા કપડાં ઉતાર્યા વગર ચાલે નહીં. મોદી એક બાજુ પોતે હિન્દુત્વથી દુર જઇ રહ્યા છે ત્યારે અડવાણી હિન્દુત્વ તરફ આવી રહ્યા છે. મોદી ભલે જાહેરમાં પી.એમ બનવાની ના પાડડતા હોય અને આ પદ માટે અડવાણીને આગળ કરતા હોય પરંતુ તેમના મનમાં શુ ચાલે છે એ તો એજ જાણે પરંતુ જેવી રીતે તેમના ભાષણમાં તેમના વર્તનમાં પરિવતર્ન આવતું જા છે એ જોતાપી.એમ માટે અડવાણીને આગળ કરનાર મોદી એક કાકરે બે પક્ષી મારી રહ્યા છે. અડવાણીને માથે બેસાડનાર મોદી ક્યારે એમને નીચે ઉતારી દે તો નવાઇ નહીં ?