પુસ્તકો સાથેની પરીક્ષાથી શુ શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત હાજરી આપશે ? શિક્ષકો, આચાર્ચની માન મર્યાદા જળવાશે ખરી ? આ તમામ સવાલોના જવાબો ગંભીરતાપૂર્વક વિર્ચાયા વગર આ નિર્ણય કરવો રાજ્યના વિકાસ માટે ઘાતક સાબિત થાય તેમ છે.
સાઠે બુધ્ધિ નાઠે....આ કહેવત જુની છે. પણ હજુ કોઇ તેને વિસરાવા દેતું નથી. સાડા પાંચ કરોડના નાથ બનવાની હોડમાં આપણા મુખ્યમંત્રી નીત નવા અખતરા કરે છે. પણ હવે આ અખતરા ખતરામાં પરિવર્તિત થઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
શિક્ષક દિવસે બાળકોમાં સમજણ શક્તિ અને તેમની આંતરિક શક્તિઓ ખીલવવાની વાતો કરતા આ મુખ્યમંત્રીને બે-ત્રણ દિવસમાં એવો તે કયા મચ્છર કરડી ગયો કે તેઓએ રાજ્યના સમગ્ર શિક્ષણ જગતને ઝટકો આપ્યો !!!
પુસ્તક સાથે પરીક્ષા આપવાથી વિદ્યાર્થીઓ શુ નવું મેળવશે ? તેમનામાં કયું જ્ઞાન આવશે ? માત્ર પરીક્ષાના ત્રણ કલાકમાં ઝડપથી કોણ કોપી કરી શકે છે એના સિવાય તે શુ મેળવશે ?
આપણા વડવાઓને દોઢીયા મોંઢે આવડતા હતા. આપણે એમાંથી માત્ર એકા પર આવ્યા....અને હવે આપણે શુ કરવા જઇ રહ્યા છીએ...આજના છોકરાંઓને કેલક્યુલેટર, કોમ્પ્યુટર તો આપ્યુ હવે શુ કરવું છે...આનો કોઇ નક્કર જવાબ કોઇની પાસે છે ખરો...!!1
આમ કરવાથી શુ વિદ્યાર્થીઓની યાદ શક્તિ ટકી રહેશે ખરી ? પરીક્ષામાં જે પુસ્તકમાંથી પ્રશ્નો પુછાવાના છે એ પુસ્તક લઇ પરીક્ષામાં બેસવાનું હોવાથી શુ વિદ્યાર્થીઓ આખુ વર્ષ અભ્યાસમાં ધ્યાન આપશે ખરા ?
પુસ્તકો સાથેની પરીક્ષાથી શુ શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત હાજરી આપશે ? શિક્ષકો, આચાર્ચની માન મર્યાદા જળવાશે ખરી ? આ તમામ સવાલોના જવાબો ગંભીરતાપૂર્વક વિર્ચાયા વગર આ નિર્ણય કરવો રાજ્યના વિકાસ માટે ઘાતક સાબિત થાય તેમ છે.
આવતી પેઢીનો વિચાર કરવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. જુની પ્રણાલીઓમાં રહેલી ક્ષતિઓ સુધારી આપણી જવાબદારી છે પરંતુ તેને વધુ બગાડવાનો આપણને કોઇ હક નથી. આવતી પેઢીને ગુમરાહ કરવાનો આપણને કોઇ અધિકાર નથી.
શુ આવનારી પેઢીને આપણે યાદ શક્તિ વિનાની બનાવી દેવી છે, કોમ્પ્યુટરના ગુલામ બન્યા છીએ તે ઓછુ છે કે તેમાં પણ વધારો કરવો છે. આપણા વડવાઓને દોઢીયા મોંઢે આવડતા હતા. આપણે એમાંથી માત્ર એકા પર આવ્યા....અને હવે આપણે શુ કરવા જઇ રહ્યા છીએ...આજના છોકરાંઓને કેલક્યુલેટર, કોમ્પ્યુટર તો આપ્યુ હવે શુ કરવું છે...આનો કોઇ નક્કર જવાબ કોઇની પાસે છે ખરો...!!1
મને એ નથી સમજાતુ કે હાલની શિક્ષણ પ્રણાલીમાં રહેલી ક્ષતિઓ સુધારવાનો સીધી રીતે કેમ પ્રયાસ કરાતો નથી. સસ્તી પ્રસિધ્ધ મેળવવા કે મોટા ભા બનવાના અભરખા હોય એક રાજકારણી માટે સમજી શકાય, પરંતુ મુખ્યમંત્રી, સચિવ કે અન્ય અધિકારીના પદે બેઠા પછી તમામ નાગરિકોનો વિચાર કરવો એ રાજધર્મની ફરજ છે.
આવતી પેઢીનો વિચાર કરવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. જુની પ્રણાલીઓમાં રહેલી ક્ષતિઓ સુધારી આપણી જવાબદારી છે પરંતુ તેને વધુ બગાડવાનો આપણને કોઇ હક નથી. આવતી પેઢીને ગુમરાહ કરવાનો આપણને કોઇ અધિકાર નથી.
આવી નક્કર વાસ્તવિકતા નજર સામે દેખાતી હોવા છતાં આપણી સરકાર આ અંગે નિર્ણય લેવા જઇ રહી છે એ શુ વધારે પડતું નથી લાગતું !!! કેટલાય રાજ્યોમાં આ અગાઉ અંગે વિચારાયું હતું પરંતુ તે પાછળથી અટકાવાયું હતું.
અરે આપણા રાજ્યની જ વાત કરો તો આપણા ત્યાં પણ આ અંગે એક પાયલોટ પ્રોજેક્ટ મુકાયો હતો પરંતુ તે પછી આવેલા તારણોને ધ્યાને લેતાં આ વાતને વિસારે પાડી દેવાઇ હતી. તો હવે આ સરકારને શુ સુઝ્યું છે.....જાગો ગુજરાત જાગો......