ગુજરાતમાં 359નું ભાવિ સીલ થશે

વેબ દુનિયા

ગુરુવાર, 30 એપ્રિલ 2009 (10:59 IST)
ગુજરાતની તમામ 26 બેઠકો માટે આજે થઇ રહેલા મતદાનમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે સાત વાગ્યાથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઇ ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સવારમાંજ મતદાન કરી બહાર આવ્યા બાદ લોકોને અપીલ કરી હતી કે આજે પહેલા મતદાન, બાદમાં ઘરકામ.

રાજ્યના 3.64 કરોડ જેટલા મતદારો આજે રાજ્યના 359 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે અને પોતાની પસંદગીના ઉમેદવારના નામને ઇવીએમમાં સીલ કરશે. રાજ્ય ચૂંટણી કંન્ટ્રોલના જણાવ્યા મુજબ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેલા મતદાનમાં હજું સુધી કોઇ અનિચ્છનિય બનાવ નોંધાયો નથી

આજના મતદાનમાં ભાજપના પી.એમ ઇન વેઇટીંગ લાલકૃષ્ણ અડવાણી તથા કેન્દ્રિય કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલાના ભાવીનો ફેંસલો થશે. અડવાણી ગાંધીનગરથી લડી રહ્યા છે જ્યારે વાઘેલા ગોધરાની બેઠક પરથી મેદાનમાં છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2004માં યોજાયેલી 14મી લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પૈકી ભાજપને 14 તથા કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.

વેબદુનિયા પર વાંચો