રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 2 બેઠકનો ફાયદો થયો છે જ્યારે કોંગીના ધુરધરોને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. બે કેન્દ્રિય મંત્રીઓ હાર્યા છે તો એક મંત્રીનું પરિણામ પેન્ડિંગ રખાયું છે. જેઓ પણ પ્રતિસ્પર્ધીથી પાછળ ચાલી રહ્યા છે.
રાજ્યની 26 બેઠકો પૈકી 25 બેઠકોના પરિણામ જાહેર થઇ ગયા છે જેમાં ભાજપને 15 તથા કોંગ્રેસને 10 બેઠકો મળી છે. જ્યારે ખેડાની બેઠકનું પરિણામ પેન્ડીંગ રખાયું છે. પંચમહાલની બેઠક ઉપરથી કેન્દ્રિય કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલા તથા છોટા ઉદેપુરની બેઠક ઉપર કેન્દ્રિય રેલવે મંત્રી નારાણ રાઠવાનો પરાજય થયો છે. સાબરકાંઠાની બેઠક પરથી મધુસુદન મિસ્ત્રી તથા મહેસાણાની બેઠક પરથી જીવાભાઇ પટેલની હાર થઇ છે.