સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની સેવાઓ આપી ચુકેલા પૂર્વ રાજનેતા અને 15મી લોકસભા ચૂંટણીમાં અહીંના કોંગ્રેસી ઉમેદવાર શશિ થરૂરે આજે પહેલી વાર મતદાન કર્યું હતું. શશિએ આજે કહ્યું હતું કે, જીદંગીભર એક અપ્રવાસી ભારતીય હોવા છતા આજે દેશમાં મતદાન કરવાનો મને ગર્વ છે.
કેરલના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યા બાદ થરૂરે કહ્યું હતું કે, મેં છેવટે ભારતીય લોકતંત્રમાં મતદાન કરી લીધું અને આ એનો પુરાવો છે. શશિએ 19 વર્ષની ઉંમરે ભારત છોડી દીધું હતું અને અંદાજે 30 વર્ષ સુધી સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની સેવાઓ આપ્યા બાદ તેઓ તિરૂઅનંતપુરમ પરત આવ્યા છે.
થરૂર કહે છે કે, મારૂ સૌભાગ્ય છે કે મેં મતદાન કર્યું છે અને મોટી વાત એ છે કે મેં મારા માટે મતદાન કર્યું છે. કોંગ્રેસના આ હાઇ પ્રોફાઇલ ઉમેદવારે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહોથી મતદારોનો ઉત્સાહ જોઇ રહ્યો છુ અને જા આ ઉત્સાહ મતમાં પરિવર્તિત થશે તો જીતવામાં કામયાબ થઇશ.