ઓરિસ્સા જેવા ગરીબ રાજયમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 65 કરોડપતિ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઇ રહ્યો છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય બીભૂતિભૂષણ હરિચંદન પાસે 106 કરોડથી વધુની સંપત્તિ છે.
બીભૂતિભૂષણ ચિલીકા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જયારે ચંપુઆ ઉપરથી ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર જીતુ પટનાયક હરિચંદન કરતા થોડીક જ ઓછી સંપત્તિ ધરાવે છે. જીતુ પટનાયક સહિત ત્રણ કરોડપતિ ઉમેદવારો કિઓનઝાર જિલ્લામાં ચંપુઆ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ચંપુઆ રાજયના સૌથી ગરીબ વસ્તારો પૈકી એક છે. અન્ય બે કરોડપતિ ઉમેદવારો પણ ચંપુઆથી મેદાનમાં છે. જેમાં ખુશા અપાતા અને સનાતન મહાકુડનો સમાવેશ થાય છે. અપાતાએ 7 કરોડની સંપત્તિ જયારે મહાકુડે 5 કરોડની સંપત્તિ એફિડેવિટમાં દર્શાવી છે.