એનડીએની લુધિયાણામાં વિશાળ રેલી

વેબ દુનિયા

રવિવાર, 10 મે 2009 (16:31 IST)
લોકસભાનાં અંતિમ તબક્કાની ચૂંટણી થાય તે પહેલા એનડીએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. આ પ્રદર્શનથી તે વિરોધ પક્ષ પર માનસિક દબાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તેલંગાના રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)ને એનડીએ સાથે જોડીને રવિવારે લુધિયાણામાં એક મહારેલીનું આયોજન કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું. મંચ પર ભાજપના તમામ વરિષ્ઠ નેતા અને ઘટક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતાં.

આ રેલીમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર અડવાણી અને ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ સિવાય તમામ ઘટક પક્ષો ભાગ લીધો હતો. જેમાં આઠ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.


જો કે નીતિશ કુમાર રેલીમાં ભાગ લેતા પંજાબના ભાજપના એક મંત્રીએ કહ્યું હતું કે, નીતિશ કુમારના આવવાથી જે લોકો એનડીએને તોડવા ઈચ્છતા હશે તેઓને સ્પષ્ટ સંદેશો મળી જશે.

રેલીમાં ભાજપ શાસિત બધા રાજ્યોના મુખ્યમંત્રી સિવાય બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, રાષ્ટ્રીય લોકદળના નેતા અજીત સિંહે ઉપસ્થિત રહ્યા હતા. તો શિવસેના તરફથી મનોહર જોષી, તેમજ અસમ ગણ પરિષદ, ગોરખા મુક્તિ આંદોલનનાં નેતાઓ પણ હાજર રહ્યા હતા. જો કે ઓમ પ્રકાશ ચૌટાલા હાજર રહ્યા ન હતા.

નોંધનીય છે કે રેલી લુધિયાણાનાં અકાલી દળના ઉમેદવાર જી એસ ગાલિબના સમર્થનમાં યોજવામાં આવી છે. ગાલિબ લગભગ પાંચ દાયકા સુધી કોંગ્રેસમાં હતા પરંતુ તેઓ હાલમાં જ અકાલી દળમાં જોડાયા છે.

વેબદુનિયા પર વાંચો