ST મતદારો વધુ સજાગ !

કહેવાય છે કે ભણેલા લોકો પોતાની ફરજો પ્રત્યે વધુ સભાન હોય છે પરંતુ દેશના નાગરિક તરીકેની સૌથી મોટી ફરજ અદા કરવામાં કહેવાતા ભણેલા લોકો કરતાં ઓછું ભણેલા લોકો વધુ સજાગ છે.

લોકસભાની ચૂંટણી માથે આવી છે ત્યારે ગત બે ચૂંટણીના મતદાનના આંકડા તરફ દ્રષ્ટિ કરીએ તો ચોંકી જવાય એમ છે. વધુ શિક્ષણ લેતા એવા સામાન્ય જનરલ કેટેગરીના લોકો કરતાં એસ.સી અને એસ.ટી કેટેગરીના લોકો મતદાન પ્રત્યે વધુ જાગૃત હોવાનું જણાય છે. એમાંય એસ.ટી કેટેગરીના લોકો મતદાન કરવામાં અવ્વલ રહ્યા છે.

વર્ષ 2004માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાજ્યના કુલ 33675062 મતદારો પૈકી 15213501 મતાધિકારનો ઉપયોગ કરતાં 45.18 ટકા મતદાન થયું હતું. જેમાં જનરલ કેટેગરીના 11749504 લોકોએ મતાધિકારનો ઉપયોગ કરતાં 44.11 ટકા મતદાન થયું હતું. એસ.ટી કેટેગરીના 1054775 લોકોએ મતદાન કરતાં 46.08 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2409215 લોકોએ મતદાન કરતાં 50.75 ટકા મતદાન નોંધાયું હતું.

1999ની લોકસભાની ચૂંટણીમાં પણ એસ.ટી મતદારો આગળ રહ્યા હતા. એસ.ટી મતદારોએ 52.70 ટકા મતદાન કર્યું હતું. એસ.સી મતદારોએ 47.15 ટકા તથા જનરલ કેટેગરીનું 45.99 ટકા મતદાન થયું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજનીતિક જાણકારો આ ફેક્ટરને કોંગ્રેસ તરફી ગણાવે છે અને કહે છે કે, એસ.સી, એસ.ટી કેટેગરીમાં થતા વધુ મતદાનથી કોંગ્રેસને વધુ ફાયદો થાય છે.

વેબદુનિયા પર વાંચો