મારા મુદ્દાઓ મારી કલાની નજીક છે-મલ્લિકા

ભાષા

ગુરુવાર, 9 એપ્રિલ 2009 (18:43 IST)
હું રાજકારણમાં બેશક ખૂબ મોડી આવી છું,પણ છેલ્લાં 25 વર્ષોથી પોતાની કલાનાં માધ્યમથી મુદ્દાઓને લોકો સુધી પહોચાડતી રહી છું.

આ કહેવું છે પ્રખ્યાત નૃત્યાંગના અને અડવાણીની સામેનાં અપક્ષ ઉમેદવાર મલ્લિકા સારાભાઈનું. ઈસરોનાં અંતરીક્ષ કાર્યક્રમનાં પ્રણેતા વિક્રમ સારાભાઈની દિકરી અને જાણીતી નૃત્યાંગના મલ્લિકા ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી સામે પોતાનું ભાવિ અજમાવી રહી છે.

મલ્લિકા છેલ્લાં 25 વર્ષથી મહિલા સશક્તિકરણ, સામાજિક ન્યાય અને માનવાધિકાર જેવા સામાજિક મુદ્દા પર વાત કરવા પોતાની કલાનો ઉપયોગ કરી રહ્યાં છે.

વર્ષ 2002નાં ગોધરાકાંડ બાદ મલ્લિકા મોદીની કટ્ટર આલોચક બની ગઈ છે. મલ્લિકાનું કહેવું છે કે ભ્રષ્ટાચાર, વંશવાદથી લોકો કંટાળી ગયા છે. તેમજ તેથી હવે ઈમાનદાર લોકો રાજકારણમાં આવે, તે જરૂરી છે.

મલ્લિકાઓ કહ્યું કે ગાંધીનગર બેઠક પરથી ચાર વખત લોકસભાની ચુંટણી લડનાર અડવાણી સામે લડવાનો નિર્ણય એટલાં માટે કર્યો કારણ કે તેમાં અમદાવાદ શહેરનો કેટલોક ભાગ પણ સામેલ છે. જે વિસ્તારમાં હું છેલ્લાં 54 વર્ષથી રહું છું. જ્યારે અડવાણી છેલ્લાં 20 વર્ષથી રહે છે.

મલ્લિકા છેલ્લાં 15 દિવસથી ચુંટણી પ્રચાર કરી રહી છે. તેમજ સમર્થન મેળવવા માટે ઝુંપડપટ્ટીઓ અને ગામડાંઓમાં ફરી રહી છે. તેમજ મલ્લિકાએ જણાવ્યું કે મને હિન્દુ હોવાનો ગર્વ છે. પણ મારી ઓળખ એક નૃત્યાંગના તરીકે વધુ સારી છે.

વેબદુનિયા પર વાંચો