રશેલ કૌર, મલેશિયાથી એરએશિયામાં ફાઇનાન્સ ઓપરેશન્સમાં આસિસ્ટન્ટ મેનેજર, દરરોજ સવારે 4 વાગ્યે ઉઠે છે અને તેમની ઓફિસ માટે ફ્લાઇટ પકડે છે. તે કહે છે કે આ મુસાફરી તેના માટે સસ્તી છે અને તેને તેના પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક પણ મળે છે.
તમે તમારી દૈનિક મુસાફરી કેવી રીતે નક્કી કરો છો?
રશેલ કૌરે જણાવ્યું કે તે સવારે 4 વાગે ઉઠે છે, તૈયાર થાય છે અને 5:55 વાગે ફ્લાઇટ પકડે છે. તે સવારે 7:45 વાગ્યે તેની ઓફિસે પહોંચે છે અને આખો દિવસ કામ કર્યા પછી, 8 વાગ્યે ઘરે પરત આવે છે. આ અનોખી યાત્રા છતાં તેમનો માસિક ખર્ચ પહેલા કરતા ઓછો છે. અગાઉ તે ભાડા અને અન્ય ખર્ચાઓ પાછળ દર મહિને આશરે રૂ. 42,000 ખર્ચ કરતી હતી, પરંતુ હવે તેનો ખર્ચ ઘટીને રૂ. 28,000 પ્રતિ માસ થઇ ગયો છે.