એક અન્ય માન્યતા મુજબ ઘોડી બુદ્ધિમાન, ચતુર અને દક્ષ હોય છે. તેને ફક્ત સ્વસ્થ અને યોગ્ય વ્યક્તિ જ નિયંત્રિત કરી શકે છે.  વરરાજાનુ ઘોડી પર આવવુ આ વાતનુ પ્રતિક છે કે ઘોડીની બાગડોર સાચવનારો પુરૂષ, પોતાના પરિવાર અને પત્નીની બાગડોર પણ સારી રીતે સંભાળી શકે છે . 
	 
	પુરાણો મુજબ જ્યારે સૂર્ય દેવની ચાર સંતાનો યમ, યમી, તપતી અને શનિ દેવનો જન્મ થયો એ સમયે સૂર્યદેવની પત્ની રૂપાએ ઘોડીનુ જ રૂપ ધારણ કર્યુ હતુ. કદાચ ત્યારથી ઘોડીને ઉત્પત્તિનો કારક માનવામાં આવ્યો છે.