What is Tsunami - સુનામી એટલે શુ ? ભૂકંપથી કેવી રીતે કંપી જાય છે દરિયો, કેવી રીતે આવે છે સુનામી ?

બુધવાર, 30 જુલાઈ 2025 (12:51 IST)
Tsunami

What is Tsunami : રૂસના તટીય વિસ્તારમાં 8.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો અને જાપાનથી લઈને અમેરિકા અને મૈક્સિકો સુધી સુનામીએ ડરાવવાનુ શરૂ કરી દીધુ છે. સુનામીએ રૂસના કુરીલ દ્વીપ સમુહ અને જાપાનના મોટા ઉત્તરી દ્વીપ હોક્કાઈડોના તટીય વિસ્તારોને પ્રભાવિત કર્યા છે.   
 
આ એક્સપ્લેનરમાં અમે તમને સુનામીની પાછળનુ સાયન્સ સમજાવીશુ. અમે તમને બતાવીશુ કે સુનામી શુ હોય છે. શુ સુનામી આવવા પાછળ ફક્ત ભૂકંપ જ કારણ હોઈ શકે છે. રોમનકાળમાં કેવી રીતે એક ખતરનાક સુનામી આવી હતી, સુનામી કેટલી તબાહી મચાવી શકે છે.  
 
જેવી રીતે ગ્લાસમાં વાવાઝોડુ.. છેવટે શુ હોય છે સુનામી  
 
તમને બતાવી દઈએ કે સુનામી એક ઝટકો છે જે સમુદ્ર સાથે થતા ફેલાય છે. સામાન્ય રીતે જ્યારે સમુદ્રના તળની નીચે એક શક્તિશાળી ભૂકંપ આવે છે તો તેની એનર્જી તરંગોના રૂપમાં પાનીમાં ટ્રાંસફર થાય છે. ભૂકંપને કારણે પૃથ્વીના ઉપરના ભાગમાં અચાનક  અને હિંસક હલચલ સમુદ્ર તળના એક ભાગને ઉપર કે નીચે ધકેલી શકે છે.  જેના કારણે મોટી માત્રામાં પાણી વિસ્થાપિત થઈ જાય છે જે લહેરોના રૂપમાં ચાલે છે. આ મોટી લહેરો જ સુનામી છે. સુનામી પોતાના સ્ત્રોતથી બધી દિશાઓમા ફેલાય છે. અને ક્યારેક ક્યારેક જેટ વિમાનની ગતિથી લાંબુ અંતર નક્કી કરી શકે છે.  સુનામી એક દુર્લભ ઘટના છે પણ જ્યારે આ આવે છે તો આ ખતરનાક રૂપે શક્તિશાળી લહેરો ઉત્પન્ન કરી શકે છે અને  તટીય ક્ષેત્રોમાં ઘાતક પૂરનુ કારણ બની શકે છે.   
શુ સુનામી આવવાનુ કારણ માત્ર ભૂકંપ છે ?
મોટા ભૂકંપ સુનામીનું મુખ્ય કારણ છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી. સુનામી જ્વાળામુખી ફાટવા અને ભૂસ્ખલન જેવી અન્ય વિનાશક ભૂસ્તરશાસ્ત્રીય ઘટનાઓ દ્વારા પણ ઉશ્કેરાઈ શકે છે. 1883 માં, પેસિફિક ટાપુ ક્રાકાટોઆમાં એક જ્વાળામુખી ફાટી નીકળ્યો, જેના કારણે વિસ્ફોટ થયો જેનો અવાજ 4,500 કિલોમીટર (2,800 માઇલ) દૂર સુધી સંભળાયો, ત્યારબાદ સુનામી આવી જેમાં લગભગ 30,000 લોકો માર્યા ગયા.
 
યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન અનુસાર, સમુદ્રમાં પડતું મોટું તોફાન અથવા ઉલ્કા સુનામીનું કારણ બની શકે છે.
 
સુનામી શબ્દ કેવી રીતે આવ્યો?
"સુનામી" શબ્દ ખરેખર "બંદર" અને "તરંગ" માટેના જાપાની શબ્દો પરથી આવ્યો છે. સુનામીને ક્યારેક "ભરતીના મોજા" પણ કહેવામાં આવે છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે આ ખોટું છે કારણ કે તેનો ભરતી સાથે કોઈ સંબંધ નથી. તેમના મૂળ સ્થાને, સુનામીના મોજા પ્રમાણમાં ઓછી ઊંચાઈવાળા હોય છે, અને શિખરો ખૂબ દૂર હોય છે.
 
જેમ જેમ મોજા કિનારાની નજીક આવે છે, તેમ તેમ દરિયાના તળિયાના છાજલીઓ દ્વારા તેઓ સંકુચિત થાય છે, જેના કારણે શિખરો વચ્ચેનું અંતર ઘટે છે અને ઊંચાઈ નોંધપાત્ર રીતે વધે છે. જ્યારે તેઓ કિનારા પર અથડાય છે, ત્યારે સુનામીના મોજા ઘણા કલાકો કે દિવસો સુધી વારંવાર આવી શકે છે.
 
જ્યારે સુનામીએ રોમન ઈતિહાસને હલાવી નાખ્યુ હતુ ?
સમુદ્રના કિનારા પર હાજર લોકો માટે અનહોનીનો પહેલો સંકેત સમુદ્રનુ પાછળ હટવુ હોઈ શકે છે. કારણ કે ત્યારબાદ જ સુનામીની મોટી લહેરો આવે છે. 365 ઈસ્વીમાં મિસ્રના શહેર અલેક્જેડ્રિયામાં આવેલી સુનામી વિશે રોમન લેખક અમ્મીઅનસ માર્સેલિનસે લખ્યુ, "સમુદ્ર પાછળ જતુ રહ્યુ અને તેનુ પાણી આ હદ સુધી વહી ગયુ કે ઊંડા સમુદ્રનુ તળ ખાલી થઈ ગયુ અને અનેક પ્રકારના સમુદ્રી જીવ જોઈ શકાતા હતા.. જ્યરે વરસાદની ખૂબ ઓછી આશા હતી ત્યારે ભારે માત્રામાં પાણી પરત વહી ગયુ. અને પૂર આવી ગયુ અને હજારો લોકોના મોત થઈ ગયા. લહેરોના પ્રકોપથી કેટલાક મોટા જહાજ ઘરોના છત પર જઈ પડ્યા.  
 
સુનામીથી કેટલી તબાહી થઈ શકે છે ?
અનેક ફેક્ટર છે જે સુનામીની ઊંચાઈ અને તેનાથી થનારી તબાહી નક્કી કરે છે. આ ફેક્ટરોમાં ભૂકંપનો આકાર, વિસ્થાપિત પાણીની માત્રા, સમુદ્ર તળિયાની સ્થાળાકૃતિ અને અનેક પ્રાકૃતિક અવરોધો છે જે ઝટકાને ઓછો કરી શકે છે નો સમાવેશ છે.  
 
પ્રશાંત મહાસાગર એટલે જ વિશેષ રૂપથી ભૂકંપ અને સુનામી પ્રત્ય સંવેદનશીલ છે. પણ હજારો વર્ષોમાં દુનિયાના અનેક ભાગમાં ખતરનાક સુનામી આવી છે. હિન્દ મહાસાગરમાં ડિસેમ્બર 2004ની સુનામી ઈંડોનેશિયાના સુમાત્રા દ્વીપ પર 9.1 તીવ્રતાના ભૂકંપને કારણે આવી હતી. યૂએસ જિયોલોજીકલ સર્વે (USGS) ના મુજબ તેનાથી ભૂકંપથી જેટલી ઉર્જા નીકળી હતી એ હિરોશીમા પર પાડવામાં આવેલા પરમાણુ બોમ્બના 23000 ગુણાના બરાબર હતી.  સુનામીથી 11 દેશોમાં લગભગ 220,000 લોકો માર્યા ગયા. જેમાથી અનેક ભૂકંપના કેન્દ્દ્ર હજારો કિલોમીટર દૂર હતા.   
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર