Viral Video: બંધ ક્રોસિંગમાં દોડાવી દીધી બાઈક, સામેથી આવી રહી હતી 200ની ગતિથી રાજધાની, મોતના મોઢામાંથી આ રીતે પરત ફર્યો
Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને દરેક કોઈને હેરાન કરી દીધાચે. આ વીડિયો માત્ર ચોંકાવનારો જ નથી પણ આ રેલવે ગેટ્સ પર બેદરકારી બતાવે છે. આ વીડિયોમાં એક યુવકને બાઈક પર રેલવે ગેટની નીચેથી પસાર થતા જોઈ શકાય છે જ્યારે કે બંને ગેટ પહેલાથી જ બંધ હતા જેવો તે પાટા પર પહોચે છે સામેથી તેજ ગતિથી આવતી બાઈક જોઈને તે ગભરાય જાય છે અને બાઈક છોડીને ભાગવાની કોશિશ કરે છે. સારુ રહે છે કે એ વ્યક્તિનો જીવ બચી જાય છે અને બાઈક ચકનાચૂર થઈ જાય છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકે રેલવે ગેટ બંધ હોવા છતા પોતાની બાઈકને આગળ વધારી. જેવો તે ગેટ પાર કરવાની કોશિશ કરે છે અચાનક એક ટ્રેન ખૂબ જ ઝડપથી તેની સામેથી પસાર થાય છે. આ ક્ષણ ખૂબ જ ખતરનાક હતી. કારણ કે યુવકે પોતાનો જીવ જોખમમા નાખીને ટ્રેન સામેથી પોતાની બાઈક કાઢી. જો કે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. પણ તેની બાઈક ટ્રેન એકદમ ચકનાચૂર થઈ ગઈ.
બેદરકારી મૃત્યુનું કારણ બની શકે
આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે રેલવે ફાટક પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવું કેટલું જોખમી હોઈ શકે છે. આવા અકસ્માતોને રોકવા માટે સરકાર અને સંબંધિત સત્તાવાળાઓએ કડક પગલાં ભરવા પડશે. રેલવે ફાટક પર સુરક્ષા વ્યવસ્થા અને નિયમો લાગુ કરીને આ જોખમો ટાળી શકાય છે જે લોકો કોઈપણ પ્રકારની બેદરકારીથી રેલવે ક્રોસિંગ પાર કરવાનો પ્રયાસ કરે છે તેમના માટે આ વીડિયો એક મોટો સંદેશ છે.