તનિષ્ક જાહેરાતને લઈને ભડક્યા લોકો, ગુજરાતના આ શહેરમાં દુકાન બહાર માફીનુ લગાવ્યુ બોર્ડ

મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (16:16 IST)
ટાટા સમૂહ (TATA Group)ના જાણીતા જ્વેલરી બ્રાંડ તનિષ્ક (Tanishq) એ એક જાહેરાત પર હંગામો થયા પછી તેને હટાવી દીધી. આ જાહેરાતને કારને ટ્વિટર પર  #BoycottTanishq ટ્રેંડ થઈ રહ્યુ છે. સોશિયલ મીડિયા પર લોકોની નારાજગી પછી કંપનીએ આ જાહેરાતને હટાવી દીધી. તનિષ્કએ પોતાના પ્રમોશન માટે એક નવી જાહેરાત રજુ કરી હતી  તેમા બે જુદા જુદા સમુહોના લગ્ન  (Interfaith Marriage) બતાવ્યા. જેના પર લોકોએ ટ્વિટર પર તનિષ્કને ટ્રોલ કરવી શરૂ કરી દીધી. 
 
આ સંદર્ભમાં ગુજરાતના ગાંધીધામમા તનિષ્કના જ એક શો રૂમે ઉદારતા બતાવતા આ જાહેરાતની ખુદ નિંદા કરી છે તનિષ્કના આ શો રૂમ પર લાગેલ માફીનામામાં લખ્યુ છે કે - આજે મીડિયામાં આવેલ તનિષ્કની જાહેરાત શરમજનક છે, જે બદલ ગાંધીધામ તનીષ્ક સમગ્ર કચ્છ જીલ્લા હિન્દુ સમાજની માફી માંગે છે. 
શુ છે જાહેરાત 
 
આ જાહેરાતમાં એક હિંદુ મહિલાનો ખોળો ભરવાનો રિવાજ કાર્યક્રમમાં બતાવ્યો છે. આ યુવતીના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે. તેમા હિંદુ સંસ્કૃતિને ધ્યાનમા રાખતા મુસ્લિમ પરિવાર બધા રીતિ રિવાજ હિન્દુ ધર્મ મુજબ કરતા બતાવ્યા છે.  આ જાહેરાતમાં ગર્ભવતી મહિલા પોતાની સાસુને પુછે છે કે મા આ રિવાજ તો તમારા ઘરમાં થતો પણ નથી.  જેના પર તેની સાસુ જવાબ આપે છે કે પુત્રીને ખુશ કરવાનો રિવાજ તો દરેક ઘરમાં થાય છે ને. 
 
 
તનિષ્ક એ આ જાહેરાતનુ નામ એકત્વમ (Ekatvam) રાખ્યુ છે.. તેને જોયા પછી યુઝર્સ એટલા નારાજ થઈ ગયા કે ટ્વિટર પર  #BoycottTanishq ટ્રેંડ થવા લાગ્યુ. વિવાદ થયા પછી તનિષ્કે આ વીડિયો પોતાના યુટ્યુબ ચેનલ પરથી હટાવી લીધો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર