શટ અપ હુ તમારી નોકર નથી ... એયર હોસ્ટેસ અને પેસેંજર વચ્ચે થયો વિવાદ, વીડિયો થયો વાયરલ

ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (13:27 IST)
સોશિયલ મીડિયા પર ઈંડિગો ફ્લાઈટનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા એયર હોસ્ટેસ અને એક પૈસેજર પરસ્પર  વિવાદ કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં એયર હોસ્ટેસ પેસેજરને કહેતી જોવા મળી રહી છે કે હુ તમારી નોકર નથી. પેસેંજરે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેયર કરી. આ અંદાજમાં કે એવુ લાગે કે ક્રૂ મેબર મુસાફરો સાથે દુર્વ્યવ્હાર કરી રહ્યા છે. પરંતુ યુઝર્સની પ્રતિક્રિયા તેનાથી ઉંધી રહી. વીડિયોમાં જે બતાવ્યુ એ પૂરી ઘટનાનો ફક્ત એક પહેલુ દેખાય રહ્યો છે. મુસાફરે જાણી જોઈને એ ભાગ ન રાક્ય્યો જેમા તે ક્રૂ મેબર્સ સાથે ગેરવર્તણૂક કરી રહ્યો હતો. તેણે નોકર કહી રહ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ એ ફ્લાઈટમાં મુસાફરી કરનારા અન્ય પેસેંજર પણ સોશિયલ મીડિયા પર એયર હોસ્ટેસના સમર્થનમાં આવી ગયા.  
 
ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા અન્ય એક પેસેન્જરે બતાવી હકીકત 
ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે આ ઘટનાની સંપૂર્ણ  હકીકત શેર કરી છે. તેણે કહ્યું, 'હું તે ફ્લાઈટમાં હાજર હતો અને મેં મારી પોતાની આંખોથી ક્રૂ અને પેસેન્જર વચ્ચેની આખી ઘટના જોઈ. તમે લોકોએ સોશિયલ મીડિયા પર જે વીડિયો જોયો તે સમગ્ર ઘટનાની માત્ર એક બાજુ છે. પેસેન્જરે ખૂબ ચાલાકીથી તે વીડિયો અપલોડ કર્યો. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરોએ ક્રૂ મેમ્બર સાથે અભદ્ર વાત કરી હતી. તેણે એર હોસ્ટેસને 'નોકર' તરીકે બોલાવી અને તે ઓછી બજેટની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે એવુ જાણવા હોવા છતા ફુડનો ઓર્ડર આપ્યો. આ ક્રૂ મેમ્બર્સ નક્કી કરતા નથી કે ફ્લાઈટમાં શું ફૂડ પીરસવામાં આવશે.

તેણે આગળ કહ્યું, 'મેં જોયું કે આ ઘટના પહેલા એર હોસ્ટેસ રડી રહી હતી. જ્યારે મેં એર હોસ્ટેસને ખુદને માટે અવાજ ઉઠાવતી જોઈ ત્યારે હું ખૂબ જ ખુશ થઈ. ઘટના બાદ હું એર હોસ્ટેસને મળવા પણ ગઈ હતી.  મેં તેણીને પૂછ્યું કે શું તે ઠીક છે. જો તેને આ બાબતને લગતી કોઈપણ પ્રકારની મારી જુબાનીની જરૂર પડશે તો હુ તેના પક્ષમાં સમર્થન આપીશ.  હુ આશા કરુ છુ કે એર હોસ્ટેસને ન્યાય મળશે, તે આ બધા માટે જવાબદાર નથી. ફ્લાઈટના ક્રૂ સખત મહેનત અને ઈમાનદારીથી પોતાનું કામ કરી રહ્યા છે. તેમની સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ.
જેટ એરબેઝના સીઈઓ પણ સમર્થનમાં આવ્યા હતા
આ સિવાય જેટ એરબેઝના સીઈઓ સંજીવ કપૂર પણ એર હોસ્ટેસના સમર્થનમાં સામે આવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ક્રૂ પણ માણસો છે. આ એર હોસ્ટેસને બ્રેકિંગ પોઈન્ટ સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હશે. અમે વીડિયોમાં જોયું કે ઘટના બાદ અન્ય ક્રૂની આંખોમાં આંસુ હતા. વર્ષોથી મેં ફ્લાઇટમાં ક્રુ મેમ્બર્સને થપ્પડ મારતા અને દુર્વ્યવહાર થતો જોયો છે. તેમને નોકર અને ખરાબ શબ્દો સાંભળવા મળે છે. આશા છે કે દબાણ બાદ પણ એર હોસ્ટેસ ઠીક છે.
 
સોશિયલ મીડિય પર લોકો એયર હોસ્ટેસનુ કરી રહ્યા છે સમર્થન 
 
ટ્વિટર પર માધવ શર્મા નામના યુઝરે એર હોસ્ટેસના સમર્થનમાં કહ્યું કે ક્રૂ પણ સન્માનને પાત્ર છે. તેઓ અમારા નોકર નથી. એક સંસ્કારી સમાજ કેવી રીતે ઉડાનમાં નોકર જેવા શબ્દોને મંજૂરી આપી શકે. શું દરેક વ્યક્તિ પોતાનું કામ ઈમાનદારીથી નોકર છે?' અન્ય એક ટ્વીટમાં તેણે કહ્યું, 'લગભગ દરરોજ કેટલાક અસંસ્કારી મુસાફરો ક્રૂ મેમ્બર સાથે ખરાબ વર્તન કરે છે. પણ તેની સામે કોઈ અવાજ ઉઠાવતું નથી, કોઈ તેની પરવા કરતું નથી, કોઈ વિડિયો શૂટ કરતું નથી અને કોઈ કરે તો પણ વાયરલ થતું નથી. પરંતુ જ્યારે એક ક્રૂ મેમ્બરે પેસેન્જરને જવાબ આપ્યો અને તેની ટીમના સાથી માટે ઉભા થયા, ત્યારે બધાએ તેના પર હુમલો કર્યો.
 
શુ છે આખો મામલો ?
 
ઉલ્લેખનીય છે કે આ મામલો 16 ડિસેમ્બરનો છે. જ્યારે ઈંડિગો ફ્લાઈટ  6E-12 દિલ્હીથી ઈસ્તાંબુલ માટે જઈ રહી હતી.  આ દરમિયાન ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલ એક મુસાફરે એયર હોસ્ટેસ સાથે વાદ વિવાદ થઈ ગયો. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે ક્રૂ મેબર સભ્ય ફ્લાઈટમાં ફુડ પીરસી રહી હતી. ત્યારે એક મુસાફર તેની સાથે વિવાદ કરવા લાગ્યો. એયર હોસ્ટેસે મુસાફરને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે લડતો રહ્યો. તેણે એયર હોસ્ટેસને જોરથી કહ્યુ ચૂપ  રહો. ત્યારબાદ એયર હોસ્ટેસે જવાબ આપતા કહ્યુ, તમે ચીસો કેમ પાડી રહ્યા છે.  આ દરમિયાન એક અન્ય એયર હોસ્ટેસ વચ્ચે બચાવ કરવા આવી. તેણે આદર પૂર્વક મુસાફરને સમજાવવાનો પ રયાસ કર્યો પણ  ત્યારે મુસાફરે એયર હોસ્ટેસને નોકર કહી દીધુ. જેનાથી વાત બગડી ગઈ અને એયર હોસ્ટેસે જવાબ આપ્યો હુ કર્મચારી છુ. હુ તમારી નોકર નથી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર