બાળકને જોઈને પિતા શૉક
ચીની મીડિયા એટલે કે ચાઈના ટાઈમ્સે જણાવ્યુ કે એક મહિલાએ તાજેતરમાં શંઘાઈની એક હોસ્પિટલમાં સિજેરિયન સેક્શન દ્વારા એક પુત્રને જન્મ આપ્યો. જો કે તેના પિતા પહેલીવાર પોતાના બાળકને જોયો તો તેઓ ખૂબ વિચારમાં પડી ગયા. તેમણે એવુ રિકેશન એ માટે આપ્યુ કારણ કે બાળકની ત્વચા એટલી કાળી હતી કે તેને એક એશિયનની જેમ જોવો મુશ્કેલ હતો. એ એક બ્લેક પર્સન લાગી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જન્મ સમયે, નવજાત બાળકની ત્વચા સામાન્ય રીતે ઘેરા લાલ અથવા જાંબલી રંગની હોય છે, અને હવા શ્વાસ લેતી વખતે તેનો રંગ બદલવો સામાન્ય છે. નવજાત શિશુનો પહેલો શ્વાસ લે તે પહેલા જ તેની ત્વચા કાળી થઈ જાય છે. ઇન્હેલેશન પછી, ચામડી સામાન્ય રીતે લાલ થઈ જાય છે અને લાલાશ પ્રથમ દિવસમાં અદૃશ્ય થઈ જાય છે. ડૉક્ટરોનું માનવું છે કે બાળકનો સાચો રંગ 3 થી 6 મહિનામાં દેખાઈ જાય છે.