National Science day - આ આશ્ચર્યની વાત હોઈ શકે છે કે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોઈ મોટા વૈજ્ઞાનિક કે જન્મદિવસ કે પુણ્યતિથિને સમર્પિત નથી. એટલુ જ નહી હકીકતમાં આ કોઈ વૈજ્ઞાનિકને નહી પણ એક મહાન વૈજ્ઞાનિકની એક ઉપલબ્દિને સમર્પિત છે. આ દિવસે 1928માં ભારતમાં પહેલા સૌથી મોટા વૈજ્ઞાનિકની શોધ થઈ હતી. જેને કારણે ભારતમાં 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસે ભારતીય વૈજ્ઞાનિક સીવી રમએન પોતાના જીવનની સૌથી મોટી શોધ કરી હતી જેના પર તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
કોણે કરી હતી ભલામણ
1986માં રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સંચાર પરિષદે ભારત સરકાર પાસે વિનંતી કરી કે દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે. આજે આ દિવસે દેશની બધી શાળા, કોલેજ અને યૂનિવર્સિટી અને અન્ય અકાદમિક, વૈજ્ઞાનિક, તકનીકી, ચિકિત્સ કીય અને શોધ સંસ્થાનોમાં ઉજવવામાં આવે છે.
પણ સીવી રમનની શોધ જ કેમ
સીવી રમને રમન પ્રભાવની શોધ 1921માં લંડનથી મુંબઈ માટે પાણીના જહાજ દ્વારા પરત ફરતી વખતે ખૂબ જ સરળ પ્રશ્નના ઉત્તર શોધતા કોઈપણ પ્રકારની ઉંડી શોધ અને મોંઘા ઉપકરણોનો ઉપયોગ કર્યા વગર કરી હતી. જેની અસર વિજ્ઞાન જગતમાં એટલી ઉંડી થઈ હતી કે અંગ્રેજોના ગુલામ દેશના નિવાસીને પણ નોબેલ પુરસ્કાર આપવામાં નોબેલ કમિટીને સંકોચ ન થઈ શક્યો.
શુ હતો આ સવાલ
લંડનથી ભારત પરત ફરતી વખતે યાત્રાના પંદરમાં દિવસે સીવી રમન સાંજે કંઈક ચિંતન કરી રહ્યા હતા. ત્યારે તેમને ભૂમઘ્યસાગર ના ઊંડા ભૂરા રંગે આકર્ષિત કર્યુ અને તેમના મગજમાં સવાલ થયો કે આ રંગ ભૂરો જ કેમ. રમનના મગજમાં આ સવાલ ઊંડે બેસી ગયો હતો. જેનો જવાબ મેળવવા માટે તેમને ઘણા બધા પ્રયોગ કર્યા અને છેવટે 28 ફેબ્રુઆરી 1928ના રોજ તેમને સફળતા મળી.