કર્ણાટકના બાગલકોટમાં લગ્ન દરમિયાન વરરાજાને હાટેઅટેક આવી ગયો, જેના કારણે તેનું મૃત્યુ થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળસૂત્ર પહેરાવતાની સાથે જ વરરાજાને હાર્ટ એટેક આવ્યો. વરરાજા ફક્ત 25 વર્ષનો હતો. આ ઘટનાથી કન્યા અને વરરાજાના પરિવારો આઘાતમાં છે. જોકે, આ કોઈ યુવાન વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો પહેલો કિસ્સો નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં, યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં ઝડપથી વધારો થયો છે.
જામખંડીમાં બનેલી ઘટના
આ ઘટના શનિવારે જામખંડી શહેરમાં બની હતી. આ અકસ્માત થયો ત્યારે અહીં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. લગ્ન સમારોહમાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે મંગળસૂત્ર બાંધવાણા થોડીવાર પછી, વરરાજા પ્રવીણને છાતીમાં દુ:ખાવો થયો અને તે જમીન પર પડી ગયો. બીજા એક વ્યક્તિએ કહ્યું કે વરરાજાનાં માતા-પિતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે
આ ઘટના યુવાનોમાં હાર્ટએટેકના હુમલાના વધતા જતા બનાવોનું બીજું એક ઉદાહરણ છે. આ ઘટના દરેકની ચિંતામાં વધારો કરશે. ફેબ્રુઆરીમાં, મધ્યપ્રદેશમાં લગ્ન સંગીતમાં નૃત્ય કરતી વખતે 23 વર્ષીય મહિલાને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું સ્ટેજ પર જ મૃત્યુ થયું. ગયા વર્ષે ડિસેમ્બરમાં, ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક 14 વર્ષના છોકરાનું તેની શાળામાં રમતગમત સ્પર્ધા માટે દોડવાની પ્રેક્ટિસ કરતી વખતે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.