પીએમ મોદીનો આજે ગુજરાતનો પ્રવાસ કેટલી સીટો પર કરશે મેજીક ? સમજો

ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (12:26 IST)
લોકસભા ચૂંટણીના શંખનાદ પહેલા પ્રધાનમંત્રી મોદી ફુલ એક્શનમાં છે. ગુજરાત પ્રવાસ પર પહોંચેલા મોદી ડેરી ખેડૂતો વચ્ચે છે.  ગુજરાતના ચાર શહેરોમાં આજે આખો દિવસ મોદીના અનેક કાર્યર્કમ છે. અમદાવાદ, મેહસાણા અને કાકરાપારમાં તેમનો પોગ્રામ છે. મોદીના આ પ્રવાસથી દ.ગુજરાતની 4 સીટો પર અસર પડશે. 
 
ગુજરાતના નવસારીમાં ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાંસીમાં ટેક્સટાઈલ પાર્ક સહિત કુલ 41 હજાર કરોડની વિવિધ પરિયોજનાઓનો શુભારંભ કરશે. ઉલ્લેખનીય છે કે નવસારીના વાંસી ગામમાં 1155 એકર જમીન પર કપડા ઉદ્યોગો માટે કરોડોના રોકાણ થી પીએમ મિત્ર પાર્કનુ નિર્માણ્ કરવામાં આવે છે.  પ્રધાનમંત્રી ગુરૂવારે બપોરે 4 વાગે અહી પહોચશે.  2024ના લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નવસારીમાં થનારા પીએમના આ કાર્યક્રમથી દક્ષિણ ગુજરાતની ચાર લોકસભા સીટો પર સીધો પ્રભાવ પડશે. 
 
જીલ્લાની અત્યાર સુધીની સૌથી મોટો પરિયોજના 
એટલુ જ નહી પીએમ મિત્ર પાર્ક ઉપરાંત પીએમ મોદી કુલ 41 હજાર કરોડ રૂપિયાની અન્ય પરિયોજનાઓ પણ લોંચ કરશે. આ ટેક્સટાઈલ પાર્ક જીલ્લાની અત્યાર સુધીની સૌથી મોટી પરિયોજના રહેશે અને ઔધોગિક રૂપથી અવિકસિત જીલ્લાના વિકાસને જીવન આપવાની શક્યતા છે. કારણ કે 20 વર્ષ પહેલા નવસારીમાં 2 મોટી કપડા મીલો હતી. જે ધીરે ધીરે બંધ થઈ ગઈ. ગુરૂવારે લગભગ 250 બહેનો રામઘુન ગાતા મોદીને હેલીપેડથી ડોમ સુધી લઈ જશે અને પ્રધનમંત્રી પણ ખુલી જીપમાં સવાર થઈને ડોમ વિસ્તારમાં લોકોનુ અભિવાદ ન સ્વીકાર કરશે. 
 
દક્ષિણ ગુજરાતની ચાર સીટો પર સીધી અસર પડશે 
બીજી બાજુ વિશેષજ્ઞોનુ કહેવુ છે કે મોદી દ્વારા આ કાર્યક્ર માટે કોઈ અન્ય સ્થાનને બદલે નવસારીના બાંસીને પસંદ કરવા પાછળ મોટુ કારણ છે. તેની અસર આવનારા લોકસભા ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની ચાર સીટો-નવસારી, સૂરત, બારડોલી અને વલસાડ પર પડતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે  ગુજરાતના ચાર શહેરોમાં આજે આખો દિવસ મોદીના અનેક કાર્યક્રમ છે. અમદાવાદ, મહેસાણા, નવસારી અને કાકરાપારમાં તેમના કાર્યક્રમ છે. સૌથી વધુ નજર મેહસાણાના મહાદેવ મંદિર પર ટકી છે. જ્યા તેઓ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થશે. 
 
મેહસાણામાં મોદી સાઢા 13 હજાર કરોડ ના પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. મેહસાણાથી પીએમ નવસારી જશે જ્યા 47 હજાર કરોડના પ્રોજેક્ટનુ લોકાર્પણ અને શિલાન્યાસ થવાનુ છે. ત્યારબાદ તે કાકરાપાર જશે જ્યા પરમાણુ ઉર્જા સ્ટેશનમાં 2 રિએક્ટર નુ ઉદ્દઘાટન કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર