ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ થઈ હૈંક, હૈકર્સે અપલોડ કરી દીધી હાર્દિક પટેલની આપત્તિજનક ફોટો

શનિવાર, 16 માર્ચ 2019 (11:59 IST)
. હાર્દિક પટેલ (Hardik Patel)ના કોંગ્રેસમાં જોડાવવાના થોડાક જ દિવસ પછી અજ્ઞાત લોકોએ ગુજરાત કોંગ્રેસ (Congress)ની સત્તાવાર વેબસાઈટને હૈક કરી લીધી અને તેની ફોટો અપલોડ કરી દીધી છે. આ તસ્વીર 2017ની ચૂંટણી પહેલા સામે આવી અને કથિત સેક્સ વીડિયોમાંથી એકન સ્ક્રીનશૉટ લાગી રહ્યો છે. તસ્વીઅમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશી મુજબ પાર્ટેની આઈટી ટીમને આ છેડછાડની માહિતી મળતા જ તત્કાલ વેબસાઈટ બંધ કરી દીધી. તેણે કહ્યુ કે વેબસાઈટ જલ્દી જ ઓનલાઈન થઈ જશે. 
 
ઉલ્લેખનીય છે કે પાટીદાર નેતા હાર્દિક પટેલે 12 માર્ચના રોજ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે. લોકસભા ચૂંટણીની તારીખોનુ એલાન થયા પછી જ એવી અટકળો લગાવાય રહી છે કે હાર્દિક પટેલ કોઈપણ દિવસે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. માહિતી મુજબ હાર્દિકના કોંગ્રેસમાં સામેલ થવાથી પાર્ટીને ગુજરાતના એ વિસ્તારમાં ફાયદો થવાની શક્યતા છે જ્યા પાટીદારોની પકડ વધુ છે.  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિકના પાર્ટીમાં સ્વાગત થવા પર સ્વાગત કર્યુ. 
 
કોંગેસમાં સામેલ થયા પછી હવે હાર્દિક પટેલના જામનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાની અટકળો બતાવાય રહી છે. જો કે હજુ સુધી કોંગ્રેસ તરફથી સત્તાવાર રૂપથી કશુ પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ નથી કે તે કંઈ સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે. 
 
કોંગ્રેસ પહેલા ભાજપાની વેબસાઈટને હૈક કરી લેવામાં આવી હતી. ભાજપાની સત્તાવાર વેબસાઈટ હૈક કરીને હૈકરોએ તેના પર અનેક સંદેશ છોડી દીધા હતા. જો કે પછી તેને ઓફલાઈન કરી દેવામાં આવ્યા હતા. વેબસાઈટનુ હોમપેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ હતુ. જેમા અનેક પ્રકારના સંદેશ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મની ચાંસલર એંજેલા મર્કેલના મીમ પણ સામેલ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર