મોદીનું પીએમ બનવુ મુશ્કેલ, સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યુ મોટુ કારણ

ગુરુવાર, 2 મે 2019 (10:29 IST)
વરિષ્ઠ ભાજપા નેતા સુબ્રમણ્યમ સ્વામી સતત પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહે છે.  સ્વામીએ કહ્યુ કે જો ભાજપા 220થી 230 સીટો સુધી સમેટાઈ ગઈ તો શક્યત, નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી નહી બની શકે.  તેમનુ આ તાજુ નિવેદન નરેન્દ મોદી અને ભાજપાની મુશ્કેલીઓ વધારી શકે છે. 
 
તેમણે એક ઈંટરવ્યુમાં કહ્યુ કે મને લાગે છે કે ભાજપાનો આંકડો 230ની આસપાસ પહોંચશે. એનડીએમાં બીજા સહયોગી દળ લગભગ 30 સીટો જીતશે એટલે કે એનડીની 250 સીટો આવવી નક્કી છે.  સરકાર બનાવવા માટે અમને વધુ 30-40 સીટોની જરૂર પડશે.  આવામાં આ નવા સહયોગી દળો પર નિર્ભર રહેશે.  તેમણે કહ્યુ કે તેઓ મોદીને સ્વીકાર નહી કરે તો મુશ્કેલી થઈ શકે છે. 
 
સ્વામીએ કહ્યુ કે ચૂંટણી પછી બસપા કે બીજદ સરકાર બનાવવામાં મદદ કરી શકે છે. તેમા પરેશાની એ છે કે બીજદ પ્રમુખ નવીન પટનાયક કહી ચુક્યા છે કે મોદી ફરીથી પીએમ બની બનવા જોઈએ. તેમણે કહ્યુ કે માયાવતીએ હાલ પોતાની મંશા જાહેર નથી કરી. ઉત્તર પ્રદેશમાં બસપા, ભાજપા વિરુદ્ધ લડી રહી છે. આવામાં માયાવતી કેવી રીતે સાથે આવશે.  આ સવાલ પર સ્વામીએ કહ્યુ કે બસપા સામેલ થઈ શકે છે અને જો તે નેતૃત્વમાં બદલાવ ઈચ્છે છે તો મને તેના પર કોઈ આપત્તિ નથી. 
 
સ્વામી મુજબ મોદીના સ્થાન પર નીતિન ગડકરી પ્રધાનમંત્રી પદ માટે વિકલ્પ હોઈ શકે છે. તેમણે કહ્યુ કે જો આવુ થાય તો આ સારુ થશે. ગડકરીને મોદીની જેમ જ સારો વ્યક્તિ બતાવતા તેમણે કહ્યુ કે તેઓ પીએમ પદના પાત્ર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર