મોદીની જીતના 5 મોટા કારણ - આ કારણોથી દેશમાં ફરી એકવાર આવી મોદીની સુનામી

ગુરુવાર, 23 મે 2019 (17:47 IST)
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી 2019માં રાજગની સુનામી જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશ, બિહાર, મઘ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં જ્યા ભગવા લહેર જોવા મળી રહી છે તો બીજી બાજુ પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટકમાં પણ વાતાવરણ ભાજપામય જોવા મળી રહ્યુ છે. આવો જાણીએ આ ચૂંટણીની 8 ખાસ વાતો જેણે ભાજપાની જીતમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. 
 
 
મોદી ફેક્ટર અને આક્રમક પ્રચાર - 2019ના લોકસભા ચૂંટણીને મોદી માટે જ ઓળખાશે. તે ફક્ત ચૂંટણીનો સૌથી મોટો ચેહરો જ નહી પણ આ ચૂંટણીનો સૌથી મહત્વનો મુદ્દો પણ હતા.  લોકોએ વોટ પણ તેમના 
 
નામ પર જ આપ્યો. મોદીએ દેશભરમાં ફરીને વાતાવરણને ભગવામય બનાવી દીધુ. વિપક્ષ આ અંડરકરંટનો અંદાજ પણ ન લગાવી શક્યા. આ ચૂંટણીની સૌથી મહત્વની વાત એ રહી કે મતદાતાઓને સ્થાનીક 
 
ઉમેદવારને મહત્વ આપવાને બદલે મોદીના ચેહરાને જ સામે રાખ્યો. આ ઉપરાંત મોદીએ પણ આ ચૂંટણીમાં ખૂબ જ આક્રમકતાથી પ્રચાર કર્યો. તેમના કદ સામે કોંગ્ર્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસ નેતા 
 
મમતા બેનર્જી સહિત બધા નેતા ખૂબ સામાન્ય લાગ્યા. તેમણે વિપક્ષના દરેક હુમલાનો જવાબ આપ્યો. તેમના આક્રમક ચૂંટણી પ્લાને વિપક્ષને ભાજપા સામે ધૂળ ચાટવા મજબૂર કરી દીધુ. અંતિમ સમયમાં ચૂંટણી 
 
પ્રચારમાં મોદીએ ચોકીદાર ચોર ના જવાબમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ રાજીવ ગાંધીને જ કઠઘરામાં ઉભા કરીને કોંગ્રેસને રાજીવના નામ પર જ પડકાર આપી દીધો હતો. 
 
 
રાષ્ટ્રવાદ - નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસ તો ખૂબ કર્યો પણ ચૂંટણીમાં રાષ્ટ્રવાદને મુદ્દો બનાવ્યો. ઉત્તરપ્રદેશ, બિહાર, મઘ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં આ મુદ્દો કામ કરી ગયો. લોકોને મોદીની 
 
વાતો સમજમાં આવી ગઈ અને તેમને રાષ્ટ્રવાદના નામ પર રાજગ અને ભાજપાના ઉમેદવારના પક્ષમાં મતદાન કર્યુ. મોદીના રાજમાં જ પાકિસ્તાનના બાલાકોટમાં સજ્રીકલ સ્ટ્રાઈક થઈ હતી આ કારણથી પણ 
 
લોકો તેમના પક્ષમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત થયા.  મોદીએ જે અંદાજમાં પાકિસ્તાનમાં આવેલ આતંકવાદીઓ સાથે પુલવામાં હુમલાનો બદલો લીધો.. લોકોને તેમનો આ અંદાજ પણ ગમી ગયો.  એટલુ જ 
 
નહી મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પાકિસ્તાનને જોરદાર પાઠ ભણાવ્યો 
 
હિન્દુત્વ - આ ચૂંટણીમાં હિન્દુત્વ એકવાર ફરી મોટો મુદ્દો સાબિત થયો. પશ્ચિમ બંગાળમાં ભાજપાની રેલીઓમાં રામનામના ખૂબ નારા લગાવાયા. પશ્ચિમ બંગાળની સાથે જ ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ આ મુદ્દાએ પોતાનુ કામ કર્યુ. પાર્ટીએ ઉન્નાવથી સાક્ષી મહારાજ, સીકરથી સ્વામી સુમેઘાનંદ સરસ્વતી અને અલવરથી બાબા બાલકનાથને ટિકિટ આપી.  સાઘ્વી-પ્રજ્ઞાને ચૂંટણી લડાવીને ભાજપાએ પોતાના પક્ષમાં મતોનુ સફળતાપૂર્વક ધ્રુવીકરણ કર્યુ. જો કે કેટલાક મામલામાં સાધ્વીના નિવેદનોને લીધે ભાજપાની બદનામી પણ થઈ. 
 
એનડીએની એકજૂટતા - આ ચૂંટણીમાં એનડીએ પહેલા કરતા વધુ એકજૂટ જોવા મળ્યુ. ઉદ્ધવ ઠાકરે જેવા અસંતુષ્ટ સહયોગી નેતાઓને ભાજપાએ સફળતાપૂર્વક પોતાની સાથે રાખ્યા.  નરેન્દ્ર મોદી અન અમિત શાહના નામાંકનપત્ર ભરવાના સમયે પ્રકાશસિંહ બાદલ, ઉદ્ધવ ઠાકરે, નીતીશ કુમાર જેવા દિગ્ગજોને આમંત્રિત કરી એકજૂટતાનુ પ્રદર્શન પણ કર્યુ.  મોદીએ સહયોગી દળોના ઉમેદવારોના સમર્થનમાં પણ સભાઓ કરવાની આળસ નહોતીકરી અને જ્યા જરૂર હતી ત્યાના દિગ્ગજોને ભાજપાના પક્ષમાં ચૂંટણી પ્રચાર માટે બોલાવાયા.  આ જ કારણ હતુ કે એનડીએએ બિહાર અને મહારાષ્ટ્રમાં ખૂબ સારુ પ્રદર્શન કર્યુ. 
 
સોશિયલ મીડિયા - સોશિયલ મીડિયા પર પણ ભાજપાનો ચૂંટણી પ્રચાર ખૂબ જ આક્રમક હતો. રાહુલના આરોપો પર પલટવાર કરતા મેં ભી ચોકીદાર કૈપેન ચલાવાયુ. જોત જોતામાં જ ભાજપાના દિગ્ગજ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટમાં પણ મેં ભી ચોકીદાર લખી નાખ્યુ.  પછી તો શુ તેમના પ્રશંસકો સાથે જ સામાન્ય લોકોએ પણ મોદીના આ અભિયાન સાથે જોડાવવાની જાણે કે લાઈન લાગી ગઈ. ભાજપ હૈશટૈગનો સારો ઉપયોગ કરવામાં આવ્યો.  ભાજપા અધ્યક્ષ અમિત શાહની ચાણક્ય નીતિ પણ ભાજપાને આ ચૂંટણીમાં મોટી જીત અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ.  પાર્ટીના ટોચના નેતાઓમાં જોરદાર એકરૂપતા જોવા મળી. જ્યા મોદી ગયા ત્યા અમિત શાહ નહી ગયા અને જ્યા અમિત શાહ પહોંચ્યા ત્યા મોદી ન પહોંચ્યા.  સમગ્ર ચૂંટણીમાં ફક્ત મઘ્યપ્રદેશનુ ઉજ્જૈન જ અપવાદ રહ્યુ.  જેના વિરુદ્ધ કોંગ્રેસ નેતાઓમાં એકરૂપતાની કમી જોવા મળી.  તેમનો ચૂંટ્ણી પ્રચાર વેરવિખેર જોવા મળ્યો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર