લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો રજુ કર્યો છે. બીજેપીએ આ ઘોષણા પત્રમાં ખેડૂતો માટે અનેક લોભામણા વચન આપ્યા છે. આ ઘોષણા પત્રમાં દરેક ખેડૂતને વાર્ષિક 6 હજાર રૂપિયાની એક ચોક્કસ રકમ આપવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતો માટે પેંશન યોજનાની શરૂઆત કરવાનુ પણ વચન આપ્યુ છે. આવો જાણીએ બીજેપીના મેજીક બોક્સમાં ખેડૂતો માટે શુ છે.
બીજેપીના ઘોષણાપત્ર મુજબ પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ દેશના દરેક ખેડૂતોને એક ચોક્કસ રકમ આપવામાં આવશે. વર્તમાનમાં 2 હેક્ટેયર સુધી જમીનવાળા ખેડૂતો માટે વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ યોજનાનુ એલાન 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ બજેટમાં થયુ. જો કે આ યોજનાને ડિસેમ્બર 2018થી લ આગૂ કરવામાં આવી છે.