ની આ કડીમાં ચાલો અમારી સાથે ઈન્દોરના પંચકુઈયા હનુમાન મંદિરમાં.
હંમેશા ભીડથી ભરેલુ રહેતા ઈન્દોર શહેરમાં એક એવુ મંદિર છે, જ્યાં હજારો નહી, પરંતુ લાખોની સંખ્યામાં પોપટો આવે છે. 'પંચકૂઈયા હનુમાન મંદિર'ના નામથી પ્રખ્યાત આ મંદિરના ચોકમાં ભગવાન મહાદેવનુ મંદિર પણ છે. જ્યા દરરોજ શ્રધ્ધાળુઓની લાઈન લાગે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ફક્ત સ્ત્રી-પુરૂષ જ નહી પરંતુ ઈશ્વરભક્ત પોપટો પણ તમને ભક્તિથી તરભર થતા જોવા મળશે.
આ પોપટોની વધતી સંખ્યાને જોતા થોડા વર્ષો પહેલા પૂર્વ મંદિર પ્રશાસન અને ભક્તોની મદદથી અહીં 3,000 સ્કવેયર ફીટની એક મોટી અગાશી બનાવવામાં આવી છે, જ્યા આ પોપટો માટે અનાજ વિખેરવામાં