Gujarati Child Story- બુદ્ધિશાળી દયારામ

ગુરુવાર, 1 જૂન 2017 (06:58 IST)
નંદાનગર નામનું રાજ્ય જેમાં પ્રતાપસિંહ નામના રાજા રાજ કરતા હતા. રાજા પ્રતાપસિંહ વિદેશપ્રવાસે જઈ પાછા ફર્યા હતા. વિદેશના સુંદર શહેરો જેવું જ પોતાનું નગર સુંદર બનાવવું એમ વિચાર્યું.નગરવાસીઓને આ વાતની જાણ કરવામાં આવી ત્યારે દરબારીઓએ મન મૂકીને રાજાના વખાણ કર્યા એટલે રાજા તો ફુલાઈ ગયા. 
 
રાજાએ ઉત્તમ કારીગરો પાસે ફુવારાવાળા બગીચા કરાવ્યા ,કયાંક ઉંચી ઉંચી ઈમારત ,સુંદર બગીચા ,રમતના મેદાન ,સભાખંડ બનાવવામાં આવ્યા . ચાર રસ્તા પર આરસની સુંદર મૂર્તિઓ મૂકવામાં આવી. નગરની તો કાયા જ પલટાઈ ગઈ. આ જોઈને નગરજનો વાહ વાહ કરવા લાગ્યા પરંતુ રાજાના એક મંત્રી દયારામને આ બધું પસંદ ન હતું. કોઈએ તેમનો મત જણાવવા કહ્યું ત્યારે બોલ્યા 'નગરને સુંદર બનાવી દેવાથી કંઈક રાજ્ય સુંદર નથી થતું. 
 
આ વાત રાજા સુધી પહોંચી ગઈ ? રાજા તો ખૂબ ગુસ્સે થઈ ગયા અને મંત્રીને કહ્યું 'તમને રાજાની નિંદા કરતા શરમ નથી આવતી ?
 
 
દયારામ બોલ્યા મહારાજ નગરને સુંદર બનાવવાની આપની યોજના ખૂબ જ સારી છે. પરંતુ આપે વિદેશોમાં નગરો સિવાય બીજું કંઈ જ જોયું નથી. એટલે મારી વાત આપને નહી સમજાય 
 
રાજાએ પૂછ્યું તમે કહેવા માંગો છો ? દયારામ બોલ્યા ચાલો મારી સાથે આમ રાજા અને દયારામ વેશપલટો કરી રાજ્યના પ્રવાસે નીક્ળ્યા. દયારામ રાજાજીને ઝૂંપડપટીઓમાં રહેતા લોકો ,ગંદકીવાળા રસ્તા બતાવ્યા અને લોકોને ગંદુ પાણી પીવું પડતું હતું . ન્હાવા-ધોવાની સગવડ ન હતી . આ બધું જોઈ રાજા ચૂપ જ રહ્યા. બન્ને પાછા વળી ગયા. રસ્તામાં રાજાને પૂછયું હવે કહો તમે શું કહેવા માંગતા હતા. 
 
એ માટે સૌ પહેલા ગામડા અને ઝૂંપડા સ્વચ્છ અને સુંદર બનાવવા પડશે . ત્યાં રહેતા લોકોને ભણાવવા પડશે . તેમની જરૂરિયાત પૂરી પાડવી પડશે ત્યારે નંદનવનમા સાચી સુંદરતા આવી શકશે. 
 
રાજા પોતાના મંત્રીની બુદ્ધિ અને ડહાપણથી બહુ પ્રભાવિત થયાં તેમણે ખેડૂતો અને મજૂરોની હાલતા  સુધારવાનું કામ દયારામને સોંપતા કહ્યું આ કામ માટે જોઈએ તેટલા રૂપિયા હું આપીશ. તમે આજથી જ એ કામ શરૂ કરો. 
 
આમ દયારામે રાજાજીનો આભાર માન્યો અને પોતાના કામે લાગી ગયા. 
 
 
 
  
 

વેબદુનિયા પર વાંચો