પરીક્ષા ટિપ્સ : શું, ક્યારે, કેવી રીતે અને કેટલું વાંચવું ?

માર્ચ એપ્રિલનો મહિનો એટલે પરિક્ષાઓનો સમય, બોર્ડની પરિક્ષા હોય કે સામાન્ય. પરિક્ષાનુ ટેંશન થાય તેવો કોઈ વિદ્યાર્થી નથી હોતો. સામાન્ય વિદ્યાર્થીઓને પાસ થવાનુ ટેંશન તો હોશિયારને વધુમાં વધુ ટકાવારી લાવવાનુ ટેંશન. પરિક્ષામાં પાસ થવુ ખૂબ જ સહેલુ છે, બસ જરૂર છે યોગ્ય માર્ગદર્શન, અને યોગ્ય રીતે કરવામાં આવેલ અભ્યાસની.

ઓછા સમયમાં વધુ નંબર - જેઓ પહેલાથી મહેનત નથી કરતા તેવા વિદ્યાર્થીઓને રાતો રાત મહેનત કરી પરિક્ષા પાસ કરી નાખવી છે. આવું બહુ ઓછા કેસમા બનતું હોય છે. તમારે ધ્યૈર્યથી કામ લેવું પડશે. પરિક્ષા માટે લાંબાગાળાનું પ્લાનિંગ બનાવો. પરિક્ષાના એક મહિના પહેલાથી તૈયારી કરવી જોઈએ.

વાંચવાના પોઈંટ - તમે કેટલું વાંચો છો તેનાથી મહત્વનું છે તમે શું વાંચો છો અને કેવીરીતે વાંચો છો. ઘણા મિત્રો દિવસના ૧૪ થી ૧૫ કલાક વાંચતા હોવા છતાં પરિક્ષામાં સફળતા નથી મેળવી શકતા. કદી રટશો નહી. હંમેશા પોઈંટ યાદ રાખો. પોઈંટ દ્વારા સમજો કે તમારે તેમા સવિસ્તાર શુ લખવાનુ છે.

યોગ્ય સાહિત્ય - તમે યોગ્ય સાહિત્ય વાંચો એ ખુબજ મહત્વનું છે. આ બાબતમાં અમે તમારી સહાયતા કરતા આનંદ અનુભવીશું. કઈ પણ વાંચતા સમયે તમારા વિષય અને પેટા વિષયને આવસ્ય ધ્યાનમાં રાખો. તમે જે પહેલાથી વાંચતા હોય તેને જ પકડી રાખો. ક્યારેક ગાઈડ તો ક્યારેક અપેક્ષિત તો ક્યારેક શાળા-કોલેજમાં શિક્ષકે લખાવેલ ઉત્તરો. એમ કરશો તો મુંઝવણમાં પડી જશો. કારણ કે દરેકની લખવાની શૈલી જુદી જુદી હોય છે.

તમારા વાંચવામાં ગુણવત્તાનો વધારો કરો. મતલબ તમે જે વાંચો છો તે પુરા મનથી, રસથી અને આનંદથી વાંચો.

એકલા વાંચવાને બદલે સારા ગ્રુપનો સહારો લો. મહત્વના વિષયો પર ચર્ચા કરો. કામના મુદ્દાની નોધ તૈયાર કરો અને નાની નાની વાતોને પણ ધ્યાનમાં લો. અને આખરમાં અમરી વેબસાઈટની અવારનવાર મુલાકાત લો.

તમારી પ્રેરણા અને આદર્શોને હમેશાં તમારા મનમાં રાખો અને તમારી સફળતા માટે હંમેશા હકારાત્મક બનો પછી જુઓ સફળતા છે ને તમારી !

વેબદુનિયા પર વાંચો