ગરમીનો ઠંડો આઈડિયા

ગરમીની રજાઓમાં આ વખતે હું મામાને ઘરે જવા નથી માંગતો. તેઓ ભાવનગર રહે છે. દરેક વખતે ગરમીની રજાઓમાં પપ્પા મને અને બેનને મામાની ઘરે મૂકી આવે છે. મમ્મી પણ થોડા દિવસ અમારી સાથે જ રહે છે. ત્યાં ગયા પછી બે ત્રણ દિવસ તો સારુ લાગે છે પણ પછી શુ કરીએ. ગરમીમાં ઘરના બધા લોકો તો બપોરે ઉંઘી જાય છે. અમે શુ કરીએ ? બહાર રમવા જઈએ તો બધા કહે છે કે લૂ લાગી જશે. બહાર ન જશો. મારી માસી તો કહે છે કે શુ બાળકો છે થોડી વાર પણ સીધા બેસતા નથી અને ભરબપોરે પણ રમવા નીકળી પડે છે. ઠપકો સાંભળવા કરતા તો સારુ છે કે ઘરમાં જ રહો. બપોરે ટીવી જોવા બેસીએ તો લાઈટ હોતી નથી.

તો બપોર ઘરમાં કેવી રીતે પસાર કરીએ. આ જ વિચારીને મેં આ વખતે ગરમીની રજાઓનો એક પ્લાન બનાવ્યો છે. મારા જ વર્ગમાં મારો એક મિત્ર ભણે છે - ઈકબાલ. તે ગરમીની રજાઓમાં પોતાના પપ્પાની દુકાન પર બેસે છે અને તેને આ કામ ઘણુ ગમે છે. તે કહે છે કે જ્યારે ઈચ્છા હોય કુલ્ફી વેચો અને જ્યારે ઈચ્છા હોય ત્યારે કુલ્ફી ખાવ. બપોરે ત્યા રહો અને સાંજે ઘરે ચાલ્યા જાવ. તેના પપ્પાની દુકાન રેલવે સ્ટેશનની બહાર જ છે અને તેઓ જેવી ગાડી આવે છે કે ભીડ વધી જાય છે, આવા સમયે ઈકબાલ મદદ કરે છે અને તેની બપોર પણ સારી જાય છે અને આવતા જતા સાથે વાત કરવાથી તેને ઘણી વાતો પણ જાણવા મળે છે.

તેથી જ તો એક દિવસ જ્યારે શિક્ષકે પૂછ્યુ હતુ કે દગડૂ ગણેશ મંદિર ક્યાં છે ? ત્યારે તે જ બતાવી શક્યો હતો કે દગડુ ગણેશ મંદિર પુનામાં છે. ગયા વર્ષના ઉનાળાના વેકેશનમાં તે ત્યા ગયો હતો. ત્યાં તેણે ઘણુ સારુ લાગ્યુ. આ વર્ષે ઈકબાલે કહ્યુ કે તે તેના પપ્પાની દુકાનની પાસે પોતાની અલગ દુકાન ખોલવાનો છે, લીંબુના શરબતની. મેં પણ વિચારી રાખ્યુ છે કે આ વખતે તેની દુકાન પર અમે બંને મળીને આવતા-જતાં મુસાફરોને ઠંડુ શરબત પીવડાવીશુ. પપ્પા પાસેથી એ માટેની મંજૂરી પણ મળી ગઈ છે. તેઓ પણ ખુશ છે કારણકે આ વખતે તેમની રજાઓ પણ અમારા લોકોના ત્યાં રહેવાથી સારી જશે અને તેમને જમવાનુ પણ નહી બનાવવુ પડે.

વેબદુનિયા પર વાંચો