જાદુગર

N.D
તેમને બધુ જ આવડતું હોય છે
એ ટીચર છે કે જાદુગર છે
હું તો વિચારી-વિચારીને થાકી
એ જ વિચારી રહ્યા વિનય-વિપુલ છે
સાચે જ આ જાદુગર છે કે ટીચર છે

તેમને યાદ છે આખો ઈતિહાસ
આંક તો તેમને યાદ વિશેષ છે
તેમણે કેમ જાણ્યું કે ભૂગોળ ગોળ છે
કેવી રીતે એ ભારે-ભરખમ પુસ્તકો વાંચે છે
બાળકો તો બસ થોડામાં જ થાકે છે
શુ એ જાદુગર છે કે ટીચર છે.

ત્યારે બોલ્યો નાનકડો ગોપાળ
જેના હતા વાંકડિયા વાળ
ટીચર પણ ક્યારેક ભણવામાં કાંચા હતા
તેઓ પણ આપણા જેવા જ બાળક હતા
ભણવાની બધી થઈ કમાલ છે
આપણી જેમ જ શીખ્યા બધા સવાલ
સાચે જ તેઓ જાદુગર છે
તેથી જ તો એ આજે ટીચર છે.

વેબદુનિયા પર વાંચો