Lal Kitab Rashifal 2026: વર્ષ 2026 મિથુન રાશિ (Gemini) ના જાતકો માટે વધુ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જ્યા ગુરૂ પહેલા અને બીજા ભાવમાં ગોચર કરીને પોતાની બુદ્ધિને તેજ બનાવશે અને ઘર પરિવારમાં સબંધ મજબૂત કરવાની સાથે ધન સમૃદ્ધિને પણ વધારશે. દસમા ભાવમાં બેઠેલો શનિ તમારા કાર્યક્ષેત્ર પર સકારાત્મક અસર કરી શકે છે, પરંતુ ચોથા ભાવ પર તેની દ્રષ્ટિ હોવાથી, તે સુખ-સુવિધાઓ અને વૈભવ પર મિશ્ર અસર કરી શકે છે. બીજી બાજુ, રાહુ અને કેતુનું ગોચર, અનુક્રમે નવમા અને ત્રીજા ભાવમાં હોવાથી, તમારા ભાઈ-બહેનો સાથેના સંબંધો તેમજ તમારા ભાગ્યને બગાડી શકે છે. કુંડળીમાં શનિ અને ગુરુની સ્થિતિને કારણે, મોટી પ્રગતિની શક્યતાઓ છે. ચાલો હવે મિથુન રાશિની વાર્ષિક રાશિફળ વિગતવાર જાણીએ.