Horoscope June Month Lucky Rashi :જૂનમાં મેષ, મિથુન સહિત 5 રાશિઓ થશે માલામાલ, ત્રિગ્રહી યોગથી ત્રણ ગણી વધશે કમાણી
શનિવાર, 31 મે 2025 (12:51 IST)
june rashifal 2025
Lucky Rashifal June 2025 : જૂનના મહિનામાં ગ્રહોનો અદ્દભૂત સંયોગ બનવા જઈ રહ્યો છે. આ મહિને બુધ, સૂર્ય અને ગુરૂની યુતિ મિથુન રાશિમાં રહેશે. જેનાથી ત્રિગ્રહ યોગ બનશે. ત્રણેય શુભ ગ્રહોના પ્રભાવથી જૂનના મહિનામાં મેષ, મિથુન સહિત 5 રાશિઓની કિસ્મત ચમકવાની છે. ઉલ્લેખનીય છે કે સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. ગુરૂ-સૂર્ય અને ગુરૂ-બુધની યુતિને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ બતાવવામાં આવ્યુ છે. ગ્રહોની શુભ પરિસ્થિતિઓથી 5 રાશિઓના કરિયરમાં પદોન્નતિ થવાની સાથે સાથે ધન લાભ અને પ્રતિષ્ઠાનો લાભ મળશે. આવો જાણી કે જૂન મહિનો કંઈ કંઈ રાશિઓ માટે સૌભાગ્યશાળી રહેવાનો છે. જાણો વેબદુનિયા ગુજરાતી પર જૂન 2025 નુ માસિક રાશિફળ.
મેષ માસિક રાશિફળ -
જૂનનો મહિનો તમારે માટે ઉર્જાથી ભરપૂર રહેશે. કરિયરમાં સારી તકો મળી શકે છે. વરિષ્ઠો પાસેથી સહયોગ મળશે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. આર્થિક મામલામાં સાવધાની રાખો. ખર્ચ વધી શકે છે. આરોગ્ય સામાન્ય રહેશે પણ પેટ સાથે જોડાયેલ સમસ્યા થઈ શકે છે. સંબંધોમાં મધુરતા રહેશે.
ઉપાય - તમે રોજ અથવા દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજામાં ચાલીસાનો સાત વાર પાઠ કરો. મંગળવારના દિવસે મંદિરમાં ધ્વજ ચઢાવો.
વૃષભ રાશિ માસિક રાશિફળ
આ મહિનો તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. તમારે સખત મહેનત કરવી પડશે પણ ધીમે ધીમે પરિણામ મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. પરિવાર સાથે સમય વિતાવવો સુખદ રહેશે. તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો. પ્રેમ સંબંધોમાં નવી શરૂઆત થઈ શકે છે.
ઉપાય: દૈનિક પૂજામાં લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ કરો. શુક્રવારે કન્યાઓને સફેદ મીઠાઈ ખવડાવો અને તેમના આશીર્વાદ મેળવો.
મિથુન રાશિનું માસિક રાશિફળ
આ મહિને તમે નવું કાર્ય શરૂ કરી શકો છો. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. તમને વ્યવસાયમાં નફો મળશે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે, સાવચેત રહો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. માનસિક શાંતિ રહેશે.
ઉપાય: વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરો અને દરરોજ નારાયણ કવચનો પાઠ કરો.
કર્ક માસિક રાશિફળ
આ આત્મનિરીક્ષણનો સમય છે. તમે કામમાં કમી અનુભવશો પણ ધીરજ રાખો, સમય બદલાશે. તમે ભાવનાત્મક રીતે ખુદને નબળા અનુભવી શકો છો. નિકટના લોકો તમને મદદ કરશે. નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે. પ્રેમ જીવનમાં થોડી ખટાશ આવી શકે છે, વાતચીત દ્વારા ઉકેલ શોધો.
સિંહ રાશિના લોકો માટે જૂન મહિનો ઉત્સાહથી ભરેલો રહેશે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો સમય છે. સમાજમાં માન-સન્માન વધશે. વિદેશ યાત્રા કે લાંબી મુસાફરીની શક્યતાઓ છે.પારિવારિક જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે.
ઉપાય: ભગવાન વિષ્ણુની પૂજા વિધિ-વિધાનથી કરો અને દરરોજ નારાયણ કવચનો પાઠ કરો.
કન્યા માસિક રાશિફળ
આ મહિને તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. સ્વાસ્થ્ય સુધરશે. પરિવારમાં સુમેળ રહેશે. વિદ્યાર્થીઓ માટે સફળતાનો સમય છે. ઈંવેસ્ટમેંટ કરો તો સમજી વિચારીને કરો. સંબંધોમાં મીઠાશ લાવવી પડશે.
તુલા રાશિના લોકોએ આ મહિને સંતુલન જાળવવું પડશે. કામ અને અંગત જીવનમાં સુમેળ જરૂરી છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે પરંતુ ખર્ચ પર કાબુ રાખો. તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે, તેને સમજદારીપૂર્વક ઉકેલો. સ્વાસ્થ્ય સારું રહેશે.
ઉપાય: દરરોજ હનુમાનજીની પૂજામાં શ્રી સુંદરકાંડનો પાઠ કરો.
ધનુ માસિક રાશિફળ
આ મહિને તમે આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થઈ શકો છો. તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે. ઉચ્ચ શિક્ષણ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.તમને પરિવારમાં વડીલોના આશીર્વાદ મળશે. મુસાફરીની શક્યતાઓ છે.
ઉપાય: દરરોજ કેસરનું તિલક લગાવો અને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
મકર માસિક રાશિફળ - તમે તમારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરશો. સખત મહેનત ફળ આપશે. પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. સમજદારીપૂર્વક પૈસાનુ રોકાણ કરો. પ્રેમ સંબંધોમાં સ્થિરતા રહેશે. મિત્રો તરફથી તમને સહયોગ મળશે.
મીન રાશિનું માસિક રાશિફળ - જૂન તમારા માટે સકારાત્મક રહેશે. બાકી રહેલા કામ પૂર્ણ થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. નવી શરૂઆત માટે સમય અનુકૂળ છે.
ઉપાય: દરરોજ ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. રસોડામાં બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવો.
તો મિત્રો આ હતુ જૂન 2025નુ માસિક રાશિફળ... જો આપને અમારો આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી