Rahu Gochar 2024: વર્ષ 2024માં રાહુ આ રાશિના જાતકો પર રહેશે મેહરબાન, ધન સંપત્તિમાં થશે વૃદ્ધિ

ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (17:20 IST)
Rahu Gochar 2024: બધા નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ વર્ષ 2024માં અનેક રાશિના જાતકોની કિસ્મત બદલવાની છે. જ્યા વર્ષ 2024માં અનેક ગ્રહોનુ રાશિ પરિવર્તન  થશે તો બીજી બાજુ કેટલાક ગ્રહ એવા છે જેમનુ વર્ષ 2024માં કોઈપણ રાશિ પરિવર્તન નહી થાય.  એટલે કે આ ગ્રહ વર્ષ 2023માં જે રાશિમાં સંચરણ કરી રહ્યા છે તેમા જ આવનારા નવા વર્ષમાં વિરાજમાન રહેશે.  વર્ષ 2024માં રાહુની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે જ્યોતિષશાસ્ત્રના મુખ્ય ગ્રહોમાંનો એક રાહુ વર્ષ 2024માં મીન રાશિમાં રહેશે. મીન રાશિ પર ગુરુ ગ્રહનું અધિપત્ય છે. જ્યારે રાહુ મીન રાશિમાં છે, ત્યારે તે તેનું સપ્તમ દ્રષ્ટિ કેતુ પર નાખશે. કેતુ કન્યા રાશિમાં છે. આ ઉપરાંત જ્યારે મીન રાશિનો અધિપતિ ગ્રહ ગુરુ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રાહુ અને ગુરુ વચ્ચે ત્રિએકાદશ યોગનુ નિર્માણ થશે.આ યોગને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. વર્ષ 2024 માં મીન રાશિમાં રાહુનું સંક્રમણ કેટલીક રાશિના લોકો માટે સારું સાબિત થઈ શકે છે. આ રાશિના લોકો પર રાહુ ગ્રહની વિશેષ કૃપા રહેશે. રાહુ આખા વર્ષ દરમિયાન અચાનક નાણાકીય લાભ અને પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ અપાવશે. 
 
મેષ - શનિની જેમ ધીમી ચાલ ચાલનારા અને હંમેશા વક્રી ચલનારા માયાવી ગ્રહ રાહુ  30 ઓક્ટોબર, 2023 થી મીન રાશિના પ્રવાસે છે. વર્ષ 2024માં રાહુ આખું વર્ષ આ રાશિમાં રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ મેષ રાશિના લોકો માટે રાહુનું સંક્રમણ આગામી વર્ષ માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. વર્ષ 2024 માં રાહુ તમને પ્રગતિની ઘણી તકો આપશે. તમારો આત્મવિશ્વાસ વધશે. અચાનક નાણાકીય લાભની તકો મળશે. કાર્યમાં સફળતા મળશે. જે યોજનાઓ વર્ષ 2023માં પૂર્ણ થઈ શકી નથી અને તેનો સંપૂર્ણ લાભ મેળવી શકી નથી તે વર્ષ 2024માં ચોક્કસપણે ઉપલબ્ધ થશે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. રાહુની કૃપા વર્ષભર રહેશે અને દરેક પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.
 
કન્યા રાશિ - રાહુનુ મીન રાશિમાં ગોચર તમારે માટે ખૂબ જ શુભ ફળદાયી રહેનારુ સાબિત થઈ શકે છે.  વર્ષ 2024 તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે. આવનારા વર્ષમાં નોકરીયાત લોકો માટે રાહુ ગ્રહની વિશેષ કૃપા રહેશે. તમને નોકરીની ઘણી તકો મળશે. જે લોકો વ્યવસાયમાં છે તેમને સારો નફો મળશે અને તેમના વ્યવસાયમાં ઘણો વિસ્તાર થતો પણ જોવા મળશે. વર્ષ 2024 માં તમે તમારી આવકમાં નોંધપાત્ર વધારો જોશો. જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની સારી તકો મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે
 
તુલા રાશિ - તુલા રાશિના જાતકો માટે રાહુનુ મીન રાશિમાં સંક્રમણ કોઈ વરદાનથી ઓછુ નથી. વર્ષ 2024 તમારા માટે ખૂબ જ શુભ વર્ષ સાબિત થશે. તુલા રાશિના જાતકોને વેપારમાં સારો નફો અને વધુ લાભ મળવાની સંભાવના છે. કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે. વર્ષ 2024 માં રાહુની વિશેષ કૃપાને કારણે તમને દરેક પ્રકારની સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. પરિવારમાં સતત સુખ પહેલા જેવું જ રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર