16 એપ્રિલનુ રાશિફળ - આ રાશિના લોકોએ આજે ગુસ્સા પર કાબુ રાખવો પડશે
શુક્રવાર, 15 એપ્રિલ 2022 (23:06 IST)
મેષ : મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
વૃષભ : સામાજિક ક્ષેત્રોમાં સફળતાનો યોગ છે. ભવન નિર્માણ સંબંધી કાર્યો થશે. ખર્ચ, પ્રવાસ વગેરેના યોગ છે. નવા સંબંધ બની શકે છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ.
મિથુન : સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
કર્ક : યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
સિંહ : સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. વિશેષ ઉન્નતિકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે. જીવનમાં વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે. ગુસ્સા પર કાબૂ રાખવો.
કન્યા : વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્ન કરવો પડશે. કાર્યમાં સમયને મહત્વ ન આપવાને કારણે માનસિક ક્લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું.
તુલા : યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે.