Shubh Muhurat : આવતા વર્ષે એટલે કે 2022 ના રોજ 90 દિવસ એટલે કુલ મળીને 12 મહિનામાંથી ત્રણ મહિના જ લગ્નના મુહુર્ત છે. સૌથી પહેલુ મુહુર્ત મકર સંક્રાતિ એટલે 14 જાન્યુઆરી પછી શરૂ થશે. 15 જાન્યુઆરીથી લગ્નનુ મુહુર્ત છે. જ્યારબાદ લગ્ન શરૂ થઈ જશે. પછી 23 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી ગુરૂ અસ્ત રહેશે તો ત્યારપછી 23 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી ગુરુ અસ્ત થશે, જ્યારે 14 માર્ચથી 14 એપ્રિલ સુધી ખરમાસ રહેશે, જેના કારણે લગ્ન નહીં થાય. એટલે કે માર્ચમાં લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી. ખરમાસ પછી એટલે કે 15 એપ્રિલથી લગ્ન માટેનું મુહૂર્ત ફરી શરૂ થશે, જે 9 જુલાઈ સુધી રહેશે. આ પછી 10 જુલાઈથી દેવશયની એકાદશી ફરી શરૂ થશે અને ત્યારબાદ 4 નવેમ્બરે દેવોત્થની એકાદશી સુધી એટલે કે લગભગ ચાર મહિના સુધી કોઈ લગ્ન નહીં થાય. આ ઉપરાંત 2 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી શુક્ર અસ્ત થવાને કારણે લગ્ન થશે નહીં. 24 નવેમ્બરથી ફરી લગ્ન માટે મુહૂર્ત શરૂ થશે. જે 16 ડિસેમ્બર સુધી ચાલશે. પછી ખરમાસ શરૂ થશે.
મે મહિનામાં સૌથી વધુ મુહૂર્ત અને નવેમ્બરમાં સૌથી ઓછા
સૌથી વધુ લગ્નના મુહુર્ત મે મહિનામાં આવી રહ્યા છે, આ મહિને કુલ 19 દિવસ લગ્ન થશે. બીજી તરફ નવેમ્બર મહિનામાં સૌથી ઓછા લગ્નના મુહુર્ત છે, આ મહિનામાં માત્ર પાંચ દિવસ લગ્ન થશે.
જાન્યુઆરી
15, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29.
ફેબ્રુઆરી
4, 5, 6, 9, 10, 11, 16, 18 અને 19.
એપ્રિલ
15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 27.
મે
2, 3, 4, 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 24, 25, 26 અને 31.
જૂન
1, 5, 6, 7, 8, 9 10, 11, 12, 13, 14, 15, 16, 17, 21, 22 અને 23.
જુલાઈ
2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10.
નવેમ્બર
24, 25, 26, 27 અને 28.
ડિસેમ્બર
2, 3, 4, 7, 8, 9, 14, 15 અને 16.