આજનુ રાશિફળ - (21/05/2021) આજે આ 5 રાશિને થશે ફાયદો

શુક્રવાર, 21 મે 2021 (06:43 IST)
મેષ (અ,લ,ઈ) : યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. કૌટુંબિક સમસ્‍યાઓનું સમાધાન થશે. પ્રતિસ્‍પર્ધામાં વિજય થશે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ આર્થિક લાભની તક મળશે.
 
વૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સાથે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો. કેટલાક લોકો આપનાં આનંદમાં વિઘ્નો ઊભા કરે, પણ ફાવે નહીં.
 
મિથુન (ક,છ,ઘ) : વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્‍ત થશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે.  
 
કર્ક (ડ,હ) : ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વધુ પડતું ખાવું નહીં. તબિયત બગડવાની શક્યતા છે.
 
સિંહ (મ,ટ) : શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.
 
કન્યા (પ,ઠ,ણ) : નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા.વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ. 
 
તુલા (ર,ત) : વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું. વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ. 
 
વૃશ્ચિક (ન,ય) : વર્તમાન સમયમાં આ૫ની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ક્રોધ ન કરવો. સ્નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય. સારું ભોજન મળશે.
 
ધન (ભ,ધ,ફ) : આ૫ને સામાજિક ક્ષેત્રે ખ્યાતિ મળે. કોર્ટ-કચેરીના કાર્યથી સાવધ રહેવું. દિવસ દરમિયાન નાના-મોટા પ્રવાસનો યોગ. આજનો દિવસ આ૫ના માટે વ્યાવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે.
 
મકર (ખ,જ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે.
 
કુંભ (ગ,શ,સ) : માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. તેથી ધંધામાં બઢતીના યોગ છે.
 
મીન (દ,ચ,ઝ,થ) : નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય અનુકૂળ નથી. ઉ૫રી અધિકારીઓ કે હરીફો સાથે વાદવિવાદ ન કરવો. પ્રવાસની શક્યતા છે. અવિવાહિતો માટે આનંદ જેવા અથવા સગાઈના પ્રસંગ બને.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર