આ 4 રાશિઓના જાતક સ્વભાવથી ખૂબ તાકતવર છે

બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (19:55 IST)
જ્યોતિષ શાસ્ત્રમાં રાશિયોના વિશેષ મહત્વ છે. રાશિઓ દ્વારા કોઈપણ જાતકના ભવિષ્યને લઈને તેના સ્વભાવ સુધીની જાણ લગાવી શકાય છે.  દરેક રાશિનો પોતાનો એક જુદો સ્વભાવ હોય છે, જે એ રાશિના જાતકના જીવન પર અસર નાખે છે.જેમા કેટલાક સકારાત્મક તો કેટલાક નકારાત્મક ગુણ સામેલ હોય છે.   શુ તમે જાણો છો કે કેટલીક રાશિયોના જાતક સ્વભાવથી ખૂબ તાકતવર હોય છે. જાણો આવી રાશિઓ વિશે... 
 
મેષ રાશિ - મેષ રાશિનો સ્વામી મંગલ ગ્રહ હોય છે. આવામાં મંગલ ગ્રહના સ્વામી હોવાથી એ રાશિના જાતકનું  ઉર્જાવાન હોવુ સ્વભાવિક છે. એવુ કહેવાય છે મેષ રાશિના જાતક પ્રકૃતિથી જ ઉર્જાવાન થાય છે અને તે કોઈ અન્ય પર વિશ્વાસ કરવાથી વધુ ખુદ પર વિશ્વસ કરે છે. એવુ માનવામાં આવે છે કે મેષ રાશિના જાતકના નિર્ણય લેવાની ક્ષમતા ગજબની હોય છે. 
 
2. વૃશ્ચિક રાશિ - એવુ કહેવાય છે કે વૃશ્ચિક રાશિનો સ્વામી પણ મંગળ ગ્રહ હોય છે.  આ કારણથી આ રાશિના જાતકોમાં વિદ્રોહની ભાવના ભરપૂર રહે છે. એવુ માનવામાં આવે છેકે આ રાશિના જાતક બીજાને સારી રીતે પરખવાની ક્ષમતા પણ રાખે છે.  જ્યોતિષાચાર્યોના મુજબ આ રાશિના જાતક સ્વભાવથી થોડા ઈમોશનલ પણ હોય છે. જો કે જે વસ્તુને એક વાર નક્કી કરી છે તે તેને કરીને જ દમ લે છે. 
 
3. મકર રાશિ - મકર રાશિનો સવામી ગ્રહ શનિછે. શનિ દેવતાને ન્યાયપ્રિય દેવતા માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ રાશિના જાતક આત્મવિશ્વાસથી ભરપૂર અને મહેનતી હોય છે. તેમને ખુદ પર નિયંત્રણ રાખતા પણ આવડે છે.  જ્યોતિષાચાર્ય મુજબ સતત પ્રયાસરત રહેવાથી આ સફળતા પણ  મેળવી લે છે 
 
4. કુંભ રાશિ - કુંભ રાશિના દેવતા શનિ માનવામાં આવે છે કહેવાય છે કે આ રાશિના જાતકના વિચાર પ્રબળ અને વિચારવાની ક્ષમતા વધુ હોય છે.  આ કોઈની વાતોમાં આવીને નિર્ણય લેતા નથી.  એવુ પણ કહેવાય છે કે બુદ્ધિમાન અને જીદ્દી હોવાને કારણે તે કામમાં સફળતા મેળવી લે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર