ગુજરાતનો આ જવાન દેશ માટે થયો શહીદ, આજે ચોટીલા પહોંચશે પાર્થિવ શરીર

ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (00:34 IST)
ભારત-પાકિસ્તાન બોર્ડર પર અવાર-નવાર પાકિસ્તાન તરફથી સીઝફાયરના ઉલ્લંઘનના સમાચાર આવતા રહે છે. પાકિસ્તાનની આ નાપાક હરકતનું નુકસાન ભારત પોતાના અનમોલ સૌનિકોને ગુમાવીને ચૂકવી છે. ફરી એક્વાર એવા જ સમાચાર સામે આવ્યા છે. આ વખતે દુખદ સમાચાર ગુજરાત સાથે જોડાયેલા છે. જોકે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સીઝફાયર ઉલ્લંઘનમાં આપણા સુરક્ષાબળોના બે જવાન શહીદ થઇ ગયા છે. સાથે જ એક સામાન્ય નાગરિકનું મોત થયું છે. 
 
જમ્મુ કાશ્મીરમાં તૈનાત ગુજરાતના એક જવાનના શહાદતના સમાચારે તેના પરિવારને આધાત પહોંચાડ્યો છે. ગુજરાતના ચોટીલાના ચોરવીરા ગામમાં રહેનાર રઘુભાઇ બાવળિયા જે સેનામાં ડ્યૂટી પર હતા, તે શહીદ થયા છે. જાણકારી અનુસાર આજે રઘુભાઇ બાવળીયાનો પાર્થિવ દેહ તેમના વતન ચોટીલા ચોરવીરા ગામ લાવવામાં આવશે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ અંતિમ સંસ્કાર સંપન્ન થશે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું કે તે જમ્મૂ કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કરતાં શહીદ થયેલા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઇ બાવળીયાની શહદત પર અશ્રૃપૂરિત શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. આપણે હંમેશા આ વીર સૈનિકોના ઋણી રહીશું જેમણે દેશ માટે બલિદાન આપ્યું. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ અને તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. 
 
બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અમિત ચાવડાએ પણ ટ્વિટ કરીને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી. તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના સયલા તાલુકાના ચોરવીરા ગામના મૂળ નિવાસી વીર જવાન રઘુભાઇ બાવળિયા જમ્મૂ કાશ્મીરમાં પોતાનું કર્તવ્ય નિભાવતાં શહીદ થયા છે. ભગવાન તેમની અત્માને શાંતિ પ્રદાન કરે અને તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ પુરી પાડે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર