જાણો શું કહે છે તમારી આજની રાશિ 9/05/2019

ગુરુવાર, 9 મે 2019 (00:02 IST)
મેષ- ભવન નિર્માણ સંબંધી કાર્યો થશે. ખર્ચ, પ્રવાસ વગેરેના યોગ છે. નવા સંબંધ બની શકે છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ.
 
વૃષભ- સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
 
મિથુન- નોકરિયાતો માટે ઉત્તમ દિવસ. ધંધામાં થોડી ઘણી મુશ્કેલી પડે. વિરોધી તથા હરીફોથી ચેતવું. સ્થળ પરિવર્તનનો યોગ છે. કોઈ નવા કાર્યમાં આગળ વધી શકાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકલે. નવીન લાભનું આયોજન થાય.
 
કર્ક- કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. વિશેષ ઉન્નતિકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે. જીવનમાં વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે. ગુસ્સા પર કાબૂ રાખવો.
 
સિંહ-   કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. વિશેષ ઉન્નતિકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે. જીવનમાં વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે. ગુસ્સા પર કાબૂ રાખવો.
 
કન્યા- મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
 
તુલા- મૂંઝવણોનો ઉકેલ મળતા રાહત અનુભવાય. મનોબળ વધારવાની જરૂર છે. આર્થિક સમસ્યાને પહોંચી વળશો. જૂની જવાબદારીઓ યથાવત રહેશે. માનસિક સ્વસ્થતા જાળવવી.
 
વૃશ્ચિક- વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્ન કરવો પડશે. કાર્યમાં સમયને મહત્વ ન આપવાને કારણે માનસિક ક્લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું.
 
ધનુ- માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગુચવાયેલ પ્રશ્ને ઉકેલે તેવી શક્યતા.
 
મકર- બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. વેપાર-ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે. નવા કાર્યોમાં મિત્રોના સહયોગથી નવા કાર્યોમાં સફળતા મળવાનો યોગ છે.
 
કુંભ- બગડેલાં કામ સુધરે. નોકરીમાં બઢતી મળે તેવી શક્યતા. હાલના બેજાર જીવનમાં કોઈ સુંદરીનો સાથ પ્રાપ્ત થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ, આવે. સ્ત્રી વર્ગને શાંતિ. વિદ્યાર્થીઓએ સાચવીને, શાંતિથી અભ્યાસ કરવો.
 
મીન- રાશિના જાતકો તમારુ આરોગ્ય પણ સારુ રહેશે. આજે તમને માનસિક શાંતિ મળશે.ઓવર કૉન્ફિડેંસના કારણે નુકશાન પણ થઈ શકે છે. આજે તમારા નવા મિત્ર પણ બનશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર