Libra - જાણો તુલા રાશિ માટે કેવુ રહેશે આ વર્ષ 2018

શનિવાર, 30 ડિસેમ્બર 2017 (16:32 IST)
વૈદિક જ્યોતિષ પર આધારિત ફળાદેશ 2018 મુજબ તુલા રાશિ માટે વર્ષ 2018 મિશ્રિત રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે. જોકે આ રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શુભ સંકેત આપી રહ્યુ છે.  જ યારે કે આર્થિક મામલે પરિણામ સરેરાશ મળી શકે છે.  પ્રેમ અને દાંમપ્ત્ય જીવન તમારે માટે શુભ પરિણામ આપનારા છે. આવો જાણીએ કેવુ રહેશે તુલા રાશિ માટે વર્ષ 2018 
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય 
આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી ષષ્ઠેસ ગુરૂ તમારા પ્રથમ ભાવમાં છે તેથી પૂર્ણ રૂપે સ્વસ્થ્ય રહેવાની શક્યતાઓ ઓછી છે. કારણ કે ગુરૂ નૈસર્ગિક રૂપે શુભ ગ્રહ છે.  તેથી આ શારીરિક રૂપે પીડા ઓછી જ આપે છે. પણ કેટલાક માનસિક તનાવ અને પેટ સાથે સંબંધિત પરેશાનીઓ આપી શકે છે.   માનસિક ખિન્નતાનો સંકેત ચતુર્થ ભાવમાં કેતુ ગોચરથી પણ મળી રહ્યો છે.  મતલબ આ વર્ષે કોઈ મોટી શારીરિક પીડાના યોગ તો નથી. પણ ખાન પાન પર સંયમ રાખવાની જરૂર છે.  જો વય વધી રહી છે તો ત્યારબાદનો ખ્યાલ રાખવો પડશે કે આ વર્ષે તમારુ વજન ન વધી જાય. ઘરમાં નાની મોટી વાતોને લઈને રાઈનો પહાડ બનવાથી બચાવો. કારણ કે ઘરેલુ પરેશાનીઓને કારણે તમે તનાવગ્રસ્ત રહી શકો છો.  સપ્ટેમ્બર 2018 પછી શારીરિક પરેશાનીઓ તો નહી રહે પણ તનાવ ત્યારે પણ ક્યારેક પરેશાન કરી શકે છે.  આ વર્ષે જ્યા સુધી શક્ય હોય  શુદ્ધ વિચારોને મહત્વ આપો. 
 
રાશિફળ 2018 મુજબ અભ્યાસ 
તુલા રાશિવાળાની શિક્ષા માટે આ વર્ષ સામાન્ય કરતા સારુ રહેવાનુ છે.  શરૂઆતનુ શિક્ષણ નહી પણ ઉચ્ચ અભ્યાસ માટે પણ વર્ષ સારુ રહેશે.  કારણ કે ઉચ્ચ શિક્ષણનુ મુખ્ય કારક ગ્રહ સપ્ટેમ્બરના મહિના સુધી તમારા પ્રથમ ભાવમાં છે જે મનોમસ્તિષ્કને પ્રખર બનાવવાનુ કામ કરશે.  ફળસ્વરૂપ શિક્ષણના સ્તરમાં ઝડપથી સુધાર થવાના યોગ બની રહ્યા છે.  વકાલત, તકનીકી, બૈકિંગ અને મેજેજમેંટ સાથે સંબંધી જ્ઞાન વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે વર્ષ વિશેષ અનુકૂળ રહેશે.  જો વિદેશમાં જઈને શિક્ષણ લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો પરિણામ વધુ સારુ રહેવાનુ છે. 
 
રાશિફળ 2018 મુજબ આર્થિક સ્થિતિ 
તુલા રાશિવાળાને આ વર્ષે આર્થિક મામલે સરેરાશ પરિણામ  મળવાના યોગ છે. જો કે પ્રથમ ભાવમાં સ્થિત ગુરૂ તમને કોઈપણ રીતે ધનની કમી નહી થવા દે પણ બચત કરવામાં આ તમારી મદદ નહી કરી શકે. કારણ કે આ વર્ષે સપ્ટેમ્બરના મહિના સુધી ગુરૂનો સંબંધ ધન ભાવ સાથે બની રહ્યો નથી. સપ્ટેમ્બર પછી ગુરૂનો ગોચર તમારા ધન ભાવમાં હશે જે તમારી બચતની કોશિશને સફળ બનાવશે.  ચતુર્થ ભાવનો કેતુ અને ચતુર્થેશ શનિ ત્રીજા ભાવમાં ગોચર આ વાતનો સંકેત આપી રહ્યો છે કે આ વર્ષે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવુ વધુ લાભકારી નહી રહે. 
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દામ્પત્ય 
પ્રથમ ભાવમાં સ્થિત ગુરૂ ન ફક્ત પંચમ ભાવમાં તમારી દ્રષ્ટિ નાખશે પણ સપ્તમ ભાવ પણ પોતાની શુભ્રતા નાખશે તેથી આ વર્ષ પેમ માટે અનુકૂળ રહેવા ઉપરાંત સગાઈ અને વિવાહ માટે પણ અનુકૂળતા લઈને આવી રહ્યુ છે.  જો કે આ શુભ્રતા સપ્ટેમ્બરના મહિના સુધી રહેવાની છે.  આવામાં પ્રયત્ન એ હોવો જોઈએ  લગ્નની વય છે અને આ વર્ષે લગ્નનો ઈરાદો છે તો સપ્ટેમ્બર પહેલા એ મામલે પહેલ શરૂ કરી દેવી જોઈએ.  સંતાન સંબંધી મામલે પણ સપ્ટેમ્બર પહેલાનો સમય અનુકૂળ રહેવાનો છે.  જો કે ચતુર્થ ભાવમાં કેતુનુ ગોચર થોડો ઘરેલુ તનાવ આપી શકે છે.  જેનાથી પ્રેમના આનંદમાં થોડી ખલેલ થઈ શકે છે.  આવામાં નાની નાની વાતોને મોટુ રૂપ આપીને પ્રેમમાં ખલેલ ન પાડશો.  સાંમજસ્ય બેસાડવાની કોશિશ કરવાની સ્થિતિમાં વ્યક્તિગત જીવનમાં અનુકૂળતા બની રહેશે. 
 
રાશિફળ 2018 મુજબ નોકરી અને વ્યવસાય 
તમારા કર્મ સ્થાન પર સ્થિત રાહુ તમારા કાર્યને ઊંચાઈઓ આપવાનો પ્રયત્ન કરશે પણ કેટલાક મામલે આવુ પણ થઈ શકે છે કે તમે કારણ વગર રિસ્ક લેવાનુ વિચારો કે એવુ પણ બમી શકે કે તમે કોઈના બહેકાવામાં આવીને અથવા ગેરસમજનો શિકાર થઈને નુકશાન પણ કરી બેસો.   મતલબ આ વર્ષ તમને સફળતા તો આપશે પણ તે સફળતા કંડિસનલ રહેશે.  જો કે બૃહસ્પતિની દ્રષ્ટિ સપ્તમ ભાવ પર છે.  જે દૈનિક કાર્યમાં નિર્બાધ રૂપે ચાલવા દેશ પણ કોઈ નવા કામની શરૂઆત કરવી હોય તો આ મામલે ગંભીર ચિંતન અને મંથનની જરૂર રહેશે.  નોકરીમાં ફેરફાર મામલે પણ ખૂબ સમજી વિચારીને કામ કરવુ પડશે.  આ વર્ષે કોઈ સહકર્મચારી સાથે અવારનવાર કંઈક બોલચાલ થવાના યોગ બની રહ્યા છે. 
 
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર 
વર્ષ 2018ને પાંચમાંથી 3.5 સ્ટાર્સ આપવામાં આવી રહ્યા છે. 
 
રાશિફળ 2018 મુજબ ઉપાય 
ઉપાયના રૂપમાં તમને કેતુની શાંતિનો વિશેષ અનુષ્ઠાન કરાવવો જોઈએ. વડીલો અને ગુરૂજનોનુ સન્માન અને સેવા કરો. નિયમિત રૂપે બજરંગ બાણનો પાઠ કરવો સારો રહેશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર