મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો દિવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન બળવું થાય.
મિથુન (ક,છ,ઘ) : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્વરાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે.
કર્ક (ડ,હ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.
ધન (ભ,ધ,ફ) : ઉત્તમ દિવસ. ન ધારેલાં કામ પૂર્ણ થાય કોઈ નવી તક ઊભી થાય. દિવસ દરમિયાન સારા વિચાર આવે. સારાં કામ થાય. કોઈ શુભ
પ્રસંગ બને. કોઈ સુંદર સ્ત્રી મિત્ર પ્રાપ્ત થાય. જીવનના દ્વારે નવી તક આવે તે વધાવી લેવી.
મકર (ખ,જ) : આજે સાત કેળાં ખાઈ ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગતિ થાય. વિવાહનો પ્રસંગ ઉભો થાય. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા.
કુંભ (ગ,શ,સ) : એક પચી એક વિઘ્ન આવતાં દિવસ બેજાર લાગે. પૂરાં થવાં આવેલાં કામ બગડે. ઉઘરાણી અટકે. બપોરે પછી તબિયત, બગડવાની શક્યતા.
મીન (દ,ચ,ઝ,થ) : સાવધાન રહેવું. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. દિવસ બેકાર અને બોજલ લાગે. કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે.