Aquarius રાશિફળ 2018 - જાણો કુંભ રાશિ માટે કેવુ રહેશે વર્ષ 2018
શનિવાર, 30 ડિસેમ્બર 2017 (21:23 IST)
કુંભ
રાશિફળ 2018 મુજબ કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ સારુ રહેશે. આ વર્ષે તમને સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થશે. જો કે આ આરોગ્ય પ્રત્યે કોઈ બેદરકારી ન રાખો. આર્થિક ક્ષેત્રમાં તમને ધન લાભ પ્રાપ્ત થવાના યોગ છે. તમારા દાંમ્પત્ય અને પ્રેમ જીવન
પણ અનુકૂળ રહેવના યોગ છે આવો વિસ્તારથી જાણીએ વર્ષ 2018 મા કેવા રહેશે તમારા ગ્રહો
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય
તમારી રાશિનો સ્વામી શનિ લાભ ભાવમાં રહીને તમારી રાશિને જોશે એવામાં જો પહેલાથી કોઈ મોટા સ્વાસ્થ્યની સમસ્યા નથી તો આગળ પણ નહી રહે. હા પણ શનિના સ્વભાવને જોતા એ જરૂર કહેવા માંગીશ કે સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ બેદરકારી ન બતાવો. કારણ કે શનિ ભલે તમારી રાશિને જોઈ રહ્યો હોય પણ શનિની દ્રષ્ટિ તો શનિની જ રહેવાની. એવામાં ક્યારેક ક્યારેક થાકનો એહસાસ પણ થઈ શકે છે. પણ બધુ મળીને જોવા જઈએ તો મોટી પરેશાની નહી રહે. વાહન જો સાવચેતીપૂર્વક ચલાવશો તો વધુ સારુ રહેશે. રાહુ છઠ્ઠા ભાવમાં છે તેથી ક્યારેક ક્યારેક બીમાર થવાનો ભ્રમ થઈ શકે છે. આવામાં જો દવાની સાથે સાથે પ્રાર્થનાની પણ મદદ લેશો તો સારુ રહેશે.
webdunia gujaratiના વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો Webdunia gujarati વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો Webdunia gujarati
રાશિફળ 2018 મુજબ અભ્યાસ
અભ્યાસનો કારક ગ્રહ ગુરૂનો પ્રભાવ તમારા અભ્યાસના વિશેષ ભાવ મતલબ નવમ, પંચમ અને લગ્ન પર રહેશે. આ અભ્યાસના સ્તરમાં સુધારનો એક સકારાત્મક સંકેત છે. મતલબ ગુરૂની કૃપાથી તમારા અભ્યાસનુ સ્તર સુધરતુ દેખાય રહ્યુ છે. તમે તમારા શિક્ષકોના લાડલાની લિસ્ટમાં પણ સમાયેલા છો. જો ક્યાક દૂર જઈને અભ્યાસ લેવાની ઈચ્છા છે તો પિતાજીને કહો.. આ વાતની સંપૂર્ણ આશા છે કે તેઓ તમારી ભાવનાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. વર્ષના અંતિમ મહિને એ વિદ્યાર્થીઓ માટે વધુ સારુ રહેવાનુ છે જે વ્યવસાયિક અભ્યાસ કરવા માંગી રહ્યુ છે.
રાશિફળ 2018 મુજબ આર્થિક સ્થિતિ
કુંભ રાશિવાળાના આર્થિક મામલા માટે આ વર્ષ સામાન્ય રીતે સારુ રહેશે. જો કે કેતુના વ્યય ભાવ પ્રભાવને કારણે ખર્ચ વધુ રહી શકે છે. પણ જો તેને રોકવાનો પ્રયાસ કરશો તો રોકી પણ શકો છો. આ વર્ષે તમારી સાથે સૌથી મોટો પ્લસ પોઈંટ છે કે તમે લાભેશ અને ધનેશ ગુરૂ તમારાથી લાભ ભાવ મતલબ ભાગ્ય ભાવમાં રહેશે. ફળસ્વરૂપ લાભની ગતિમાં વૃદ્ધિ થશે અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. મતલબ આ વર્ષ ખાસ કરીને સપ્ટેમ્બર સુધી તમે ફક્ત લાભમાં જ વૃદ્ધિ નથી બતાવી રહ્યા પણ ધન સંચયમાં મદદ કરવાનુ વચન પણ આપી રહ્યા છે.
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દાંમ્પત્ય
કુંભ રાશિવાળા આ વર્ષ પ્રેમ અને દાંમ્પત્યના મામલે સામાન્ય કરતા સારો રહી શકે છે. જો કે તમે પંચમ ભાવ પર શનિની દ્રષ્ટિ છે. તેથી પ્રેમ પ્રસંગ ના મામલે ક્યારે ક્યારે અસંતોષ જોવા મળી શકે છે. પણ શનિ તમારા રાશિનો સ્વામી છે તેથી આ તમને વધુ અસંતુષ્ટ નહી કરે. ખાસ કરીને જો તમારો ઈરાદો પ્રેમને વિવાહમાં બદલવાનો છે તો શનિ તમારે માટે વધુ સારા પરિણામ આપશે અને આ મામલે દેવ ગુરૂ બૃહસ્પતિ પણ તમારી મદદ કરતા દેખાય રહ્યા છે. ગુરૂ નવમ દ્રષ્ટિથી તમારા પંચમ ભાવને જોઈ રહ્યા છે આવામાં જો તમારો પ્રેમ પવિત્ર છે અને તમે તમારી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગો છો તો પરિણામ સારા મળવાના છે. ટૂંકમાં જોવા જઈએ તો સપ્ટેમ્બર સુધીનો સમય પ્રેમ સગાઈ અને વિવાહ માટે સારો છે. પછીનો સમય સરેરાશ પરિણામ આપી શકે છે.
રાશિફળ 2018 મુજબ કામ અને વ્યવસાય
લગ્નેશ શનિ લાભ ભાવમાં છે અને લાભેશ અને ધનેશ થઈને ગુરૂ તમારા ભાગ્ય ભાવમાં છે. તેથે આ વર્ષે તમને સારા લાભ મળવાના યોગ બની રહ્યા છે. સ્વભાવિક છે લાભ ત્યારે મળે છે જ્યારે કામ ધંધો સારો ચાલી રહ્યો હોય. ગુરૂની લગ્ન અને ત્રીજા ભાવમાં દ્રષ્ટિના કારણે તમારુ આત્મબળ ખૂબ સારુ રહેશે. તમારી અંદર એક સારો ઉત્સાહ જોવા મળશે અને તે ઉત્સાહ તમને તમારા કામ ધંધાને સફળ બનાવશે. વર્ષના અંતિમ મહિનામાં ગુરૂની ગોચર તમારા દશમ ભાવ મતલબ કર્મ સ્થાન પર હશે ફળસ્વરૂપ તમારી કાર્યશૈલી અને મેનેજમેંટ વધુ સારુ થઈ જશે તો કાર્ય વ્યવસાય માટે સારુ રહેશે. નોકરિયાતને પ્રમોશન મળી શકે છે અને કોશિશ કરશો તો સારી જગ્યાએ ટ્રાંસફર પણ શક્ય છે.
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર
રાશિફળ 2018 મુજબ કુંભ રાશિના જાતકોને 5માંથી 4.5 સ્ટાર્સ આપવામાં આવે છે.
રાશિફળ 2018 મુજબ ઉપાય
ઉપાયના રૂપમાં દરેક ચોથા મહિને રૂદ્રાભિષેક કરાવો અને નિયમિત રૂપે હનુમાનજીની ઉપાસના કરો.