તમારો સ્વભાવ તમારા હસ્તાક્ષર પરથી જાણી શકાય છે, જાણો કેવા છો તમે ?
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (17:54 IST)
- જે લોકોના હસ્તાક્ષરનો પ્રથમ અક્ષર મોટો લખે છે તેઓ વિલક્ષણ પ્રવૃત્તિના માલિક હોય છે. આવા લોકો કોઈપણ કાર્યને પોતાના જ જુદા અંદાજથી પુર્ણ કરે છે. પહેલો અક્ષર મોટો બનાવ્યા પછી અન્ય અક્ષર નાના-નાના અને સુંદર દેખાય છે. તો વ્યક્તિ ધીરે ધીરે કોઈ ખાસ મુકામ પર પહોંચી જાય છે. આવા લોકોને જીવનમાં બધી સુખ-સુવિદ્યાઓ પ્રાપ્ત થઈ જાય છે.
- કેટલાક લોકો હસ્તાક્ષર નીચે બે લાઈન ખેંચે છે. જે લોકો આવા સિગ્નેચર કરે છે તેમનામાં અસુરક્ષાની ભાવના વધુ હોય છે. આવા લોકો કોઈપણ કાર્યમાં સફળતાને લઈને શંકામાં રહે છે. ખર્ચ કરવામાં તેમને ખૂબ ખરાબ લાગે છે અર્થાત આ લોકો કંજૂસ પણ હોઈ શકે છે.
- જે વ્યક્તિના સિગ્નેચરમાં અક્ષર નીચેથી ઉપરની તરફ જાય છે તે ઈશર પર આસ્થા મુકનાર અને આશાવાદી હોય છે.
- ઉપરથી નીચેની તરફ સિગ્નેચર કરનારા નકારાત્મક વિચારોવાળા અને અવ્યવ્હારિક હોય છે. તેમની મિત્રતા ઓછા લોકો સાથે રહે છે.
- સરળ રેખામાં હસ્તાક્ષર કરનારા લોકો સીધા સ્વભાવ અને સાફ દિલના હોય છે પણ તેમનો સ્વભાવ તાર્કિક રહે છે.
- જેમના હસ્તાક્ષર નીચે તરફ વળે છે આવા વ્યક્તિઓમાં કેટલીક ભાવનાત્મક સમસ્યા હોય છે. અને તેમની અંદર આત્મવિશ્વાસ અને ઉત્સાહની કમી હોય છે. આવા વ્યક્તિ જીવન પ્રત્યે નકારાત્મક વલણ રાખે છે. આ પ્રકારના લખાણથી પણ વ્યક્તિનો સ્વભાવ ઓળખી શકાય છે. મોટા અક્ષરવાળા વ્યક્તિ ખૂબ ઉત્સાહિત, સૃજનશીલ અને વાતોકરવામાં હોશિયાર હોય છે. નાના અક્ષર લખનારા વ્યક્તિ બુદ્ધિજીવી, આદર્શવાદમાં વિશ્વાસ મુકનારા પોતાનુ કામ પુરૂ ધ્યાનથી કેન્દ્રિત કરનારા હોય છે.
- અંતમાં ડૉટ કે ડેશ લગાવનારા વ્યક્તિ ડરપોક, શંકાળુ પ્રવૃત્તિના હોય છે.
- પેન પર જોર આપીને લખનારા ભાવુક, ઉત્તેજક જીદ્દી અને સ્પષ્ટવાદી હોય છે.
- પેન ઉઠાવ્યા વગર એક જ વારમાં પુર્ણ શબ્દ લખનારા રહસ્યવાદી, ગુપ્ત પ્રવૃત્તિ અને વાદ-વિવાદકર્તા હોય છે.
- બીજી બાજુ જે લોકો ખરાબ રીતે જલ્દીથી સહી કરે છે જે વાચવામાં પણ ન આવે એ લોકો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે. આવા લોકો સુખી જીવન નથી જીવી શકતા. જોકે આવા લોકોમાં સફળ થવાની ઈચ્છા ખૂબ વધુ હોય છે અને એ માટે તેઓ મહેનત પણ કરે છે. આ લોકો કોઈને પણ દગો આપી શકે છે. જે લોકોના હસ્તાક્ષર એક એવા લયબદ્ધ નથી જોવા મળતા તેઓ માનસિક રૂપે અસ્થિર હોય છે. તેમને માનસિક કાર્યોમાં ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. બીજી બાજુ જે લોકોના હસ્તાક્ષર સામાન્યરૂપે કપાયેલા દેખાય છે તેઓ નકારાત્મક વિચારોવાળા હોય છે. તેમને કોઈપણ કાર્યમાં નિષ્ફળતા પહેલા જોવા મળે છે.
- અવરોધક ચિહ્ન લગાવનારા વ્યક્તિ કુંઠાગ્રસ્ત, સામાજિકતા અને નૈતિકતાથી વાળા હોય છે. તેઓ આળસી પ્રવૃત્તિના હોય છે.
- ઉતાવળમાં સાઈન કરનારા કાર્યને ગતિથી હલ કરનારા અને તીવ્ર તાત્કાલિક બુદ્ધિવાળા હોય છે.
- દરેક વ્યક્તિ હસ્તાક્ષર કરવા સાથે જ કેટલાક ચોક્કસ ચિત્રોનો પણ પ્રયોગ કરે છે જેવા કે હસ્તાક્ષર કર્યા પછી આડી તિરછી એક કે બે રેખાઓ ખેંચવી, બિંદુનો પ્રયોગ અથવા (') વગેરેનો પ્રયોગ કરવો. આ ચિહ્ન અને આ રીતે કરવામાં આવેલ હસ્તાક્ષર વ્યક્તિના વ્યક્તિત્વ, મનોબળ અને ચારિત્રિક ગુણોને પોતાની અંદર સમાહિત કરે છે.
- શિરો રેખાથી હસ્તાક્ષર જાગૃત, સજગ અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરનારા હોય છે.
- સ્પષ્ટ સિગ્નેચર કરનારા ખુલ્લા મનના, વિચારવાન અને પારદર્શી પ્રવૃત્તિના કાર્ય કરનારા હોય છે.