હસ્તરેખા જ્યોતિષમાં રેખાઓ, પર્વતો, આંગળીઓ, અંગૂઠા, નખ વગેરેની સાથે સાથે ચિન્હોનુ પણ પોતાનુ જુદુ મહત્વ હોય છે. આ હસ્ત ચિન્હ જોઈને કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ, ભાગ્ય કે સ્વાસ્થ્ય સંબંધી અનેક વાતોની જાણ થાય છે. હથેળીમાં રહેલા આવા મુખ્યત આઠ ચિન્હ હોય છે. ત્રિભુજ, ક્રોસ, બિંદુ, વર્તુળ, દ્વીપ, વર્ગ, જાળ અને નક્ષત્ર. હાથમાં બનેલ ગોળાકારની આકૃતિને વૃત્ત કહેવાય છે. શાસ્ત્રોમાં આ ગોળ આકૃતિને સૂર્યના કન્દુકના નામથી ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે કોઈના હાથમાં આ આકૃતિ બની હોય છે તેને અચાનક ધનની પ્રાપ્તિ થાય છે.