જ્યોતિષપુરાણ - પૈસાની તંગી થશે દૂર, ખિસ્સામાં ટકશે નોટ

શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (11:09 IST)
નોકરી-વ્યવસાય સારો ચાલવા છતા, ઘર-પરિવારમાં પૈસો ટકતો નથી તો જ્યોતિષ પુરાણમાં બતાવેલ કેટલાક ઉપાય નિયમિત રૂપથી કરો.  ગૌ માતાને બધા શાસ્ત્રોમાં સર્વતીર્થમયી અને મુક્તિદાયિની કહેવામાં આવ્યુ છે. ગૌ માતાના શરીરમાં બધા દેવતાઓનો વાસ છે. બ્રહ્મવૈવર્તપુરાણ મુજબ ગૌ ના પગમાં સમસ્ત તીર્થ અને ગોબરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.  ગૌ માતાના પગમાં લાગેલી માટીનું  જે વ્યક્તિ નિત્ય તિલક લાગે છે. તેને કોઈ પણ તીર્થમાં જવાની જરૂર નથી કારણ કે તેને બધુ ફળ એ સમયે એ જ પ્રાપ્ત થઈ જાય છે.  દરરોજ ગાયને ઘાસ ખવડાવનારો ધન-ધાન્યથી ભરપૂર રહે છે. જે ઘર કે મંદિરમાં ગૌ માતાનો નિવાસ હોય છે એ સ્થાનને સાક્ષાત દેવભૂમિ પણ કહેવામાં આવે છે અને જે ઘરમાં ગૌ માતા નથી હોતી. ત્યા કોઈપણ અનુષ્ઠાન અને સત્કાર્ય સફળ નથી થતુ. જ્યા ગૌ માતા હોય જો એ સ્થાન પર કોઈપણ વ્રત, જપ, સાધના, શ્રાદ્ધ, તર્પણ, યજ્ઞ, નિયમ, ઉપવાસ કે તપ કરવામાં આવે છે. તો તે અનંત ફળદાયી થઈને અક્ષય ફળ આપનારો થઈ જાય છે. 
 
-  સવારે પક્ષિયોને દાણા-પાણી નાખનારો સ્વયં ક્યારે ભૂખ્યો નથી રહી શકતો. તેના ખિસ્સામાં ખૂબ પૈસા ટકે છે અને ધનની પરેશાની દૂર થાય છે. 
 
- તિજોરીને ધનથી લઈને ઘરેણા સુધી ભરેલી રાખવા માટે શુક્રવારે દેવી લક્ષ્મીનુ પૂજન કરો અને ખીરનો ભોગ લગાવો. 
 
- રોજ હનુમાનઅષ્ટકનો પાઠ સાત વાર કરો. જો રોજ કરવુ શક્ય ન હોય તો મંગળવારે જરૂર કરો. કર્જ મુક્તિ માટે ઋણમોચન મંગળ સ્ત્રોત્રનો પાઠ કરો અને લીધેલા કર્જનો પ્રથમ હપ્તો મંગળવારથી આપવો શરૂ કરો. આ કર્જ તરત ઉતરી જાય છે. 

વેબદુનિયા પર વાંચો