29 માર્ચથી હિન્દુ નવવર્ષ, જાણો તમારી રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ

મંગળવાર, 21 માર્ચ 2017 (17:41 IST)
મેષ રાશિ- રાશિ સ્વામી મંગળ છે અને આ વર્ષનો રાજા પણ મંગળ છે. આ વર્ષ વીત્તીય રૂપથી વધારે ફળ આપનાર વાળા હોઈ શકે છે. કાર્યની અધિકતા થશે અને રાજનીતિક રૂપથી સફળ થશે. મંત્રી ગુરૂપણ રાશિનો સ્વામીનો મિત્ર હોવાથી આવકની બાબતમાં સફળ રહેશો. કાર્યમાં આવી રહી બાધાઓ સમાપ્ત થઈ જશે. 
વૃષભ રાશિ- તમારા માટે આ વર્ષના રાજા મંગળ અને મંત્રી ગુરૂ બન્ને જ અનૂકૂળ નહી છે. શનિની ઢૈય્યા પણ રહેશે. ચિંતા વધારે રહેશે અને કામમાં મોડું થઈ શકે છે. પરિવારમાં સમસ્યાઓ થઈ શકે છે. વિવિધ પ્રકારના કામ કરવું પડી શકે છે. આવકના બાબતમાં મોડું થશે. 
 
મિથુન રાશિ- વર્ષનો સ્વામી મંગળ આ રાશિના સ્વામીનો દુશ્મન છે અને વર્ષનો મંત્રી ગુરૂ સમ હોવાથી સમય સાધારણ રહેવાની શકયતા છે. જેટલું કામ કરશો તેટલું ફળ પ્રાપ્ત થશે. વધારેની અપેક્ષા બેકાર જશે. કાર્યમાં નિરંતરતા  નહી થશે. સમસ્યાઓનો ઉકેલ મોડેથી થશે. સંતાનથી સુખની પ્રાપ્તિ થશે. 
 
કર્ક રાશિ- વર્ષ રાજા મંગળ મિત્ર અને ગુરૂ પરમ મિત્ર હોવાથી આ આખું વર્ષ સારું રહેશે. વર્ષના મધ્યમાં રાહુનો પ્રવેશ રાશિમાં થશે, પણ તેનાથી નુકશાન હોવાની શકયતા નથી. આવકના બાબતમાં આ વર્ષ સારું રહેશે. કાર્ય સમય પર થશે. વર્ષના અંતમાં ખુશ ખબર મળશે. 

સિંહ રાશિ- વર્ષનો રાજા મંગળ ગુરૂ બન્ને મિત્ર છે. આથી આ વર્ષ શ્રેષ્ઠ રહેવાની શકયતા છે. ઘણી વાર પ્રમોશન પ્રાપ્ત થશે અને નવા કામ પણ મળશે. પદવૃદ્ધિની સાથે બીજા ઘણા કામ યોગ્ય રીતે થશે. આવકના બાબતમાં સુધાર થશે. સુખ પ્રાપ્ત થશે. 
 
કન્યા રાશિ- વર્ષનો રાજા મંગળ અને મંત્રી ગુરૂ બન્ને જ અનૂકૂળ નહી છે. સાથે જ શનિની ઢૈય્યા હોવાથી પરેશાની આવી શકે છે. કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. બિનજરૂરી મુશ્કેલી વધારે આવશે. સંતાન સહયોગ પ્રદાન કરશે અને વ્યાપારમાં ખર્ચની અધિકતા થશે. 
 
તુલા રાશિ- વર્ષનો સ્વામી મંગળ અને મંત્રી ગુરૂ બન્ને સહયોગ કરવા વાળા નહી થશે. તોય પણ રાશિ પોતાના બળ પર સારું કરવામાં સફળ થશે. આવક વ્યવસ્થિત થશે અને નવા કામ પણ મળશે. પરિવારથી સહયોગ મળશે. સંતાનની ચિંતા રહેશે અને મિત્રોથી વિવાદ થઈ શકે છે. 
 
વૃશ્ચિક રાશિ- વર્ષનો સ્વામી મંગળ રાશિ સ્વામી છે અને મંત્રી ગુરૂ પણ મિત્ર છે. આ વર્ષ પાછલા સમયમાં થયેલ નુકશાનની ભરપાઈ કરવા વાળું થશે. શનિનો ગોચર કેટલાક માહ (21 જૂનથી 26 ઓક્ટોબર 2017 સુધી) રાશિમાં રહેશે. આ સમયે કેટલીક બાબતોથી પરેશાની આવી શકે છે. 
 

 
ધનુ રાશિ- શનિનો ગોચર અને રાજા મંગળ અને મંત્રી ગુરૂનો રાશિ સ્વામી હોવાથી સફળતા પ્રાપ્ત થશે. કાર્ય સમય પર થશે અને સહયોગ પણ મળશે. અધ્યાત્મની તરફ રૂચિ થશે. સંતાનથી સુખ મળશે અને નવા કામની પ્રાપ્તિ થશે. નોકરીમાં ઉન્નતિ મળશે અને વ્યાપાર સફળ થશે. 
 
મકર રાશિ- વર્ષનો રાજા મંગળ દુશ્મન અને મંત્રી ગુરૂ મિત્ર છે. શનિની સાઢેસાતીનો પ્રભાવ રહેશે. કાર્યમાં મોડેથી સફળતા મળશે અને સારા લોકોના સંપર્કમાં આવશો. યોજનાઓ સફળ થશે અને વ્યાપારમાં તેજી રહેશે. સંતાન સુખ અને પરિવાર અનૂકૂળ રહેશે. નોકરીમાં સ્થળાંતરની શકયતા બનશે. 

કુંભ રાશિ- રાજા મંગળ દુશ્મન અને મંત્રી ગુરૂ મિત્ર છે. પરિવારથી વૈચારિક મતભેદ થઈ શકે છે. આવક સુધાર રહેશે અને નવા કામ પણ મળશે. રાજનીતિજ્ઞને પદ મૂકવું પડી શકે છે. જૂનથી ઓક્ટોબર સુધી નિરાશાનો ભાવ વધારે ભારે રહેશે. વ્યાપાર વ્યવસ્થિત રહેશે. 
 
મીન રાશિ- વર્ષનો રાજા મંગળ અને મંત્રી ગુરૂ રાશિનો સ્વામી છે. આ વર્ષ ઉત્તમ રહેશે. કાર્યમાં સફળતા અને કમાણીના બાબતમાં વધારે લાભ હોવાની શકયતા છે. સુખદ ઘટનાઓ ઘટશે. સામર્થ્ય વધશે અને પરિવારના સહયોગ મળશે. અધ્યાત્મમાં રૂચિ થશે. 
 

વેબદુનિયા પર વાંચો